નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની સિઝનની બીજા તબક્કાની મેચો શરૂ થઇ ગઇ છે. પ્રથમ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે મુંબઇ ઇન્ડિયન્સને 20 રને જોરદાર માત આપી. આજે વિરાટ કોહલીની ટીમ અને ઇયૉન મોર્ગનની ટીમ આમને સામને થશે. આ બધાની વચ્ચે ગઇ કાલે પ્રથમ મેચમાં એક શાનદાર ઘટના જોવા માળી, સીએસકે બેટ્સમેન સુરેશ રૈનાનુ બેટ તુટી ગયુ અને એટલુ જ નહીં તે આઉટ પણ થઇ ગયો હતો. આ મેચમાં CSKએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં 156 રન કર્યા હતા. પરંતુ ટીમની બેક ટુ બેક વિકેટ પડી જતાં ધોનીસેના મુશ્કેલીમાં મુકાઈ હતી. તેવામાં વાઇસ કેપ્ટન સુરેશ રૈનાને નસીબ તથા બેટ બંનેએ સાથ ન આપતાં માત્ર 4 રનના સ્કોર પર પેવેલિયન ભેગા થવું પડ્યું હતું. 


ખાસ વાત છે કે, સુરેશ રૈનાએ આ ઈનિંગમાં જે બેટથી પાવરફુલ સ્ટ્રોક દ્વારા બાઉન્ડરી મારી હતી તે જ બેટે બોલ્ટનો ફાસ્ટ બોલ સહી શક્યું નહીં. બોલ્ટની ઓવરમાં સ્ટ્રોક મારવા જતા રૈનાનું બેટ તૂટી જતા તે દીપક ચાહરના હાથે કેચ આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડના બૉલ્ટે એવો ફાસ્ટ બૉલ નાંખ્યો કે રૈનાનું બેટ તૂટી ગયું અને આઉટ પણ થયો હતો. આનો વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. ટ્રેન્ટ બોલ્ટે આ ઓવરનો છેલ્લો બૉલ 136.5 KPHની સ્પિડે નાખ્યો હતો, અને પોઇન્ટ પર ફિલ્ડિંગ કરેલા રાહુલ ચાહરના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. સુરેશ રૈના માત્ર 4 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.




બંને ટીમની પ્લેઇંગ-11
મુંબઈ ઈન્ડિયન્સઃ ક્વિંટન ડિકોક (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, અનમોલપ્રીત સિંહ, કાયરન પોલાર્ડ (કેપ્ટન), કૃણાલ પંડ્યા, સૌરભ તિવારી, એડમ મિલ્ન, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ


ચેન્નઈ સુપર કિંગ્સઃ ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસિસ, મોઇન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, રવીન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, MS ધોની (કેપ્ટન અને વિકેટકીપર), શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ