નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક કાર બનાવનારી અમેરિક કંપની ટેસ્લાના સીઇઓ એલન મસ્ક દુનિયાના સૌથી લોકપ્રિયા વ્યક્તિઓમાંના એક છે. સોશ્યલ મીડિયામાં તેના ખુબ ફોલોઅર્સ છે. સામાન્ય રીતે તે પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર સાયન્સ અને ટેકનોલૉજીની વાત કરે છે. તે બહુજ ઓછા કિસ્સાઓમાં રમત કે રાજનીતિને લઇને ટ્વીટ કરે છે. એલન મસ્કે રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની મેચ બાદ એક ટ્વીટ કર્યુ જે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે.
ગ્લેન મેક્સવેલે બુધવારે આરસીબીની જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી. તેને રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ શાનદાર ફિફ્ટ ફટકારી. મેક્સવેલે આરસીબી તરફથી બે ઓવર પણ ફેંકી અને 17 રન આપ્યા. એલન મસ્કે ટ્વીટ કરીને લખ્યું- 'મેક્સવેલ અવિશ્વસનીય હતા
એલન મસ્કે વાસ્તવમાં એક પૉસ્ટ પર પ્રતિક્રિયા આપી, જેમા લોકપ્રિયા જોકે, તેને માત્ર "મેક્સવેલ" ઉપનામનો ઉપયોગ કર્યો. એટલે ફેન્સે આ પછી ખુબ જૉક્સ બનાવ્યા. એટલે સુધી કે ઓસ્ટ્રેલિયન પત્રકાર ક્લૉ-અમાન્ડા બેલીએ પણ આ પછી ટ્વીટ કર્યુ, હા, સર, અમે બધાએ પણ હમણાં જ આરસીબીની મેચ પણ જોઇ છે.
મેચની વાત કરીએ તો ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રૉયલ્સે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. 150 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે 17 બૉલ બાકી રહેતા ત્રણ વિકેટો ગુમાવીને ટાર્ગેટને હાંસલ કરી દીધો હતો. બેંગ્લૉર તરફથી મેક્સવેલ 30 બૉલ પર છ ચોગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યા. આ ઉપરાંત શ્રીકર ભરતે 35 બૉલ પર ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 44 રનોનુ યોગદાન આપ્યુ હતુ.