IPL 2021 All Teams Captain Salary: ઇન્ડિયન પ્રીમિયર લીગની આજથી એટલે કે 9મી એપ્રિલ 2021થી 14મી સિઝનની શરૂઆત થઇ રહી છે. સિઝનની પહેલી મેચ રૉયલ ચેજેન્જર્સ બેંગ્લૉર અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આઇપીએલમાં આઠ ટીમો છે અને આ ટીમોના ખેલાડીઓ ઉપર હરાજીમાં રૂપિયાનો વરસાદ થાય છે. કેટલાય એવા ક્રિકેટરો છે જે રાતોરાત કરોડપતિ બની ચૂક્યા છે. પરંતુ આ બધાની વચ્ચે સવાલ થાય કે ટીમના કેપ્ટનોને કેટલી સેલેરી મળતી હશે. જાણો અહીં આઇપીએલની તમામ આઠ ટીમનો કેપ્ટનોને કેટલી મળે છે સેલેરી.....
આ વર્ષે સૌથી મોંઘો ખેલાડી છે વિરાટ કોહલી....
આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારો કિંગ કોહલી આ વર્ષે પણ લીગમાં સૌથી મોંઘો કેપ્ટન છે. આરસીબીએ આઇપીએલ 2008ની હરાજીમાં કોહલીને માત્ર 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ આઇપીએલ 2021માં તેને 17 કરોડ રૂપિયા મળશે.
સૌથી ઓછી ઇયૉન મોર્ગનની સેલેરી....
આઇપીએલ 2021માં તમામ ટીમોના કેપ્ટનની સરખામણીમં કોલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન ઇયૉન મોર્ગાનની સેલેરી સૌથી ઓછી છે. પોતાની કેપ્ટનમાં ઇંગ્લેન્ડને આઇસીસી 2019 વનડે વર્લ્ડકપ જીતાડનારા ઇયૉન મોર્ગનને કોલકત્તા નાઇટ રાઇડર્સે ગઇ સિઝનમાં કોલકત્તાએ કેપ્ટનશીપ સોંપી હતી. આઇપીએલ 2021માં મોર્ગનને 5.25 કરોડ રૂપિયા મળશે.
આટલી છે સંજૂ સેમસનની સેલેરી....
સંજૂ સેમસને આઇપીએલમાં પોતાનુ ડેબ્યૂ રાજસ્થાન રૉયલ્સની સાથે કર્યુ હતુ, જોકે, 2016ની હરાજીમાં તે દિલ્હીની ટીમમાં ચાલ્યો હતો, પરંતુ આઇપીએલ 2018ના મેગા ઓક્શનમાં ફરી પાછો રાજસ્થાન રૉયલ્સની ટીમમાં તેની વાપસી થઇ હતી. રાજસ્થાને સેમસનને આઇપીએલ 2021 માટે પોતાનો કેપ્ટન બનાવ્યો છે. આ સિઝનમાં તેને 8 કરોડ રૂપિયા મળશે.
ડેવિડ વોર્ન અને કેએલ રાહુલની સેલેરી....
કેએલ રાહુલ-
પંજાબ કિગ્સે (પહેલા કિંગ્સ ઇલેવન પંજાબ) આઇપીએલ 2020માં કેએલ રાહુલને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. રાહુલ 2018માં આ ફ્રેન્ચાઇઝીની સાથે જોડાયો હતો. રાહુલ ગત ત્રણ સિઝનથી પોતાની ટીમનો સૌથી વધુ રન બનાવનારો બટ્સમેન રહ્યો છે. આઇપીએલ 2021માં રાહુલને 11 કરોડ રૂપિયા મળશે.
ડેવિડ વોર્નર-
સનરાઇઝર્સ હૈદરાબાદના મુખ્ય બેટ્સમેન અને કેપ્ટન ડેવિડ વોર્નર ત્રણ વાર આ લીગમાં સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી ચૂક્યો છે. તેને આઇપીએલ 2021માં 12.50 કરોડ રૂપિયા મળશે.
જાણો કેટલી છે ઋષભ પંતની સેલેરી....
દિલ્હી કેપ્ટિલ્સે શ્રેયસ અય્યરના આઇપીએલ 2021માંથી બહાર થયા બાદ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને કેપ્ટન નિયુક્ત કર્યો છે. અય્યર ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરીઝની પહેલી મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. તેના ખભામાં ગંભીર ઇજા થઇ, ત્યારબાદ તે ક્રિકેટથી દુર થયો હતો. અય્યર આઇપીએલ 2021ની આખી સિઝનમાંથી બહાર થઇ ગયો છે. આઇપીએલ 2021માં ઋષભ પંતને 8 કરોડ રૂપિયા મળશે.
બરાબર છે રોહિત શર્મા અને એમએસ ધોનીની સેલેરી...
રોહિત શર્મા-
મુંબઇ ઇન્ડિયન્સને પોતાની કેપ્ટનશીપમાં પાંચ વાર ચેમ્પિયન બનાવનારા રોહિત શર્મા 2013થી આ ફ્રેન્ચાઇઝીનો મુખ્ય ભાગ રહ્યો છે. આઇપીએલ 2021માં રોહિતને 15 કરોડ રૂપિયા મળશે.
મહેન્દ્ર સિંહ ધોની-
પોતાની કેપ્ટનશીપમાં ચેન્નાઇ સુપર કિંગ્સને ત્રણ વાર આ લીગનો ખિતાબ જીતાડનારા કેપ્ટન કૂલ એમએસ ધોનીને આઇપીએલ 2021માં 15 કરોડ રૂપિયા મળશે.