IPl 2019: આજે હરાજીમાં આ પાકિસ્તાની ખેલાડી માટે લાગશે બોલી?
અલીખાને વિનીપેગ હૉક્સે પ્રભાવિત કરતાં બધાને પ્રભાવિત કર્યા હતા. તેને 8 મેચોમાં 13 વિકેટ ઝડપી હતી અને ટૂર્નામેન્ટમાં સૌથી બેસ્ટ ફાસ્ટ બૉલિંગ કરી હતી. ડેથ ઓવરોમાં અલીખાન સારી બૉલિંગ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલીખાન યુએસએ તરફથી રમે છે અને ગયા વર્ષે તે ગુયાના અમેઝોન વૉરિયર્સનો ભાગ હતો, પણ ફિટનેસના કારણે આ વર્ષે રિલીઝ કરી દેવામાં આવ્યો છે. હવે અલીખાન આ વર્ષે 2019માં આઇપીએલમાં પોતાનો દમ બતાવી શકે છે. આઇપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓ માટે બેન લાગેલો છે.
અલીખાન આ વખતેની આઇપીએલમાં પોતાનો દમ બતાવી શકે છે. પાકિસ્તાનમાં પેદા થયેલો ફાસ્ટ બૉલરનું આ વર્ષ કમાલનું રહ્યું અને તેને ખુબ મહેનત કરી શાનદાર પ્રદર્શન કર્યુ છે. ગ્લૉબલ ટી20 કેનેડા લીગ અને સીપીએલમાં તેને જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતું.
નવી દિલ્હીઃ આજે જયપુર ખાતે આઈપીએલ 2019 માટે ખેલાડીઓની હરાજી થવાની છે ત્યારે વર્ષ 2019માં આઇપીએલની સિઝન ફિક્કી રહી શકે છે, કેમકે 2019ના વર્લ્ડકપ માટે કેટલીક ટીમો પોતાના સ્ટાર ખેલાડીઓને આરામ આપી શકે છે. જોકે, આ બધાની વચ્ચે કેટલાક નવા ચહેરાઓ આઇપીએલને નવો રંગ પણ આપી શકે છે. ટી20ના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓએ આઇપીએલમાં પોતાની કિસ્મત અજમાવી છે, તેમાં ખાસ નામ જે ક્યારેય ચમક્યુ નથી તે ચમકી શકે છે અને તે છે પાકિસ્તાનમાં જન્મેલો ક્રિકેટર અલીખાન.
- - - - - - - - - Advertisement - - - - - - - - -