IPL-11નો આજથી પ્રારંભ, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે ઓપનિંગ સેરેમની
ઓપનિંગ સેરેમની સાંજે 6 વાગ્યે શરૂ થશે. આશરે દોઢ કાલક સુધી ચાલનાર ઉદ્ધાટન સમારોહનું સમાપન 7.15 થશે, ત્યારબાદ 15 મિનિટ બાદ મેચને લઈને ટોસ કરવામાં આવશે. ઓપનિંગ સેરેમની બાદ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો શરૂ થશે.
મુંબઈ: IPL-11ની આજથી શરૂઆત થશે. આઈપીએલનો પ્રથમ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મુકાબલા પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઉદ્ધાટન સમારોહ યોજાશે, જેમાં રિતિક રોશન, વરૂણ ધવન, પ્રભુદેવા અને જેકલીન ફર્નાન્ડીઝ જેવા સ્ટાર ભાગ લેશે. બોલીવુડ સ્ટાર્સ પોતાના પરફોર્મન્સથી દર્શકોનું મનોરંજન કરશે.
બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ પણ પોતાના પફોર્મન્સથી દર્શકોને આઈપીએલ જોવા માટે મજબૂર કરી રહી છે. બાહુબલી ધ બિગનિંગની અભિનેત્રી તમન્ના ભાટિયા પણ આઈપીએલ ઓપનિંગ સેરેમનીમાં ડાંસ કરતી જોવા મળશે. ગુરૂવારે તમન્નાના ડાંસ રિહર્સલનો એક વીડિયો પણ વાયરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે પહેલા આઈપીએલ-11ની ઓપનિંગ સેરેમની 6 એપ્રિલે થવાની હતી પરંતુ બીસીસીઆઈના સીઈઓએ તેને આગળ વધારી. બોલીવુડ અભિનેતા રિતિક રોશન પોતાના પફોર્મન્સથી દર્શકોને મનોરંજન કરાવશે.
આ વખતે આઈપીએલમાં બોલીવુડ સ્ટાર્સની ઝલક જોવા મળશે. હાલમાં જ ઓપનિંગ સેરેમની દરમિયાન બી-ટાઉન સ્ટાર્સની કેટલીક તસવીરો સામે આવી છે.