ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ બાદ ઓરેન્જ કેપ રેસમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 21 વર્ષીય અંગકૃષ રઘુવંશી IPL 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. તેણે SRH સામે 52 રનની શક્તિશાળી અડધી સદી ફટકારી હતી.
કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં SRH એ પહેલા બેટિંગ કરી અને 226 રન બનાવ્યા. જવાબમાં, KKR ના ઓપનિંગ બેટ્સમેન અજિંક્ય રહાણે અને ફિન એલન ઝડપથી આઉટ થઈ ગયા. જોકે, ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા અંગકૃષ રઘુવંશીએ 52 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી લીધી.
21 વર્ષીય અંગકૃષ પાસે ઓરેન્જ કેપ
21 વર્ષીય અંગકૃષ રઘુવંશીએ અત્યાર સુધી બે મેચમાં 103 રન બનાવ્યા છે, બંને મેચમાં અડધી સદી ફટકારી છે. તેણે મુંબઈ ઇન્ડિયન્સ સામે 51 રન બનાવ્યા હતા અને હવે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 52 રનની અડધી સદી ફટકારી છે. તેણે ઈશાન કિશન, હેનરિક ક્લાસેન અને રોહિત શર્મા જેવા મોટા બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે.
સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ઈશાન કિશનએ પહેલી મેચમાં RCB સામે 80 રન બનાવ્યા હતા, પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. રોહિત શર્મા, 78 રન સાથે ઓરેન્જ કેપ રેસમાં પાંચમા સ્થાને છે.
103 રન - અંગકૃષ રઘુવંશી - KKR94 રન - ઈશાન કિશન - SRH83 રન - હેનરિક ક્લાસેન - SRH81 રન - રાયન રિકલ્ટન - MI78 રન - રોહિત શર્મા - MI
અંગકૃષ રઘુવંશીએ અત્યાર સુધીની IPL કારકિર્દીમાં 24 મેચમાં 566 રન બનાવ્યા છે. ગયા સિઝનમાં, તેણે KKR માટે કુલ 300 રન બનાવ્યા હતા. આ વખતે, તે વધુ સારા ફોર્મમાં હોય તેવું લાગે છે, તેણે ફક્ત બે મેચમાં 100 રનનો આંકડો પાર કર્યો છે. હાલ તો આઈપીએલ 2026માં માત્ર બે મેચમાં અડધી સદી ફટકારી અંગકૃષ રઘુવંશી નંબર વન પર પહોંચી ગયો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ ઈલેવન- અજિંક્ય રહાણે (કેપ્ટન), કૈમરુન ગ્રીન, અંગકૃષ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, સુનિલ નરેન, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી, બ્લેસિંગ મુઝરબાની.
સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન- અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન (વિકેટકીપર/કેપ્ટન), હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, હર્ષ દુબે, શિવંગ કુમાર, જયદેવ ઉનડકટ, ડેવિડ પાયને.
