Sawai ManSingh Stadium Bomb Threat Jaipur: હાલમાં ભારત અને પાકિસ્તાન સરહદ પર શાંતિનું વાતાવરણ છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ ગઈ છે, પરંતુ ભારતના ક્રિકેટ મેદાનો પર બૉમ્બ ફેંકવાની ધમકીઓ અટકવાનું નામ નથી લઈ રહી. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમને 6 દિવસમાં ત્રીજી વખત બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકી ઓપરેશન સિંદૂરમાં ભારતની સફળતાનો બદલો લેવાના ઈરાદાથી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે IPL 2025 ના નવા શિડ્યૂલ મુજબ, અહીં હજુ 3 વધુ મેચ રમવાની બાકી છે.
આ પહેલા પણ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમને ઈમેલ દ્વારા બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ બંને ધમકીઓ ૮ મે અને ૧૨ મેના રોજ આવી હતી. ધમકી બાદ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે અને સ્ટેડિયમની ફરીથી શોધખોળ કરવામાં આવી રહી છે. IPL 2025 નું નવું શેડ્યૂલ 12 મે ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું, બાકીની 17 મેચોમાંથી ત્રણ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમવાની છે.
૮ મેના રોજ જ્યારે સવાઈ માનસિંહ સ્ટેડિયમને પહેલી ધમકી મળી, ત્યારથી સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને છેલ્લા ઘણા દિવસોથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈમેલ દ્વારા ધમકી મળ્યા બાદ સાયબર ક્રાઈમ ટીમ સક્રિય થઈ ગઈ છે.
અહીં 3 મેચ રમાશે નવા શિડ્યૂલ મુજબ, પહેલી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 18 મેના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ ઉપરાંત, 24 મેના રોજ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ અને 26 મેના રોજ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ અહીં રમાશે.
