વિરાટ માટે ’18’ નંબર હંમેશા રહ્યો છે લકી, ખુદ બતાવી હતી તેની પાછળની આ રોચક કહાણી
Virat Kohli Reveals: ફાઇનલ મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરતા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા

Virat Kohli Reveals: IPL 2025 ની ફાઇનલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંએ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને આ મહાન ટુર્નામેન્ટની ટ્રોફી જીતી હતી. RCB ના તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટ્રોફી વિરાટ કોહલી માટે ખૂબ જ ખાસ છે. કારણ કે વિરાટ કોહલી IPL ની 18 સિઝનમાં RCB માટે રમ્યો છે અને પહેલીવાર તેણે આ ટ્રોફી જીતી છે. વિરાટ કોહલીનો જર્સી નંબર પણ 18 છે અને હવે આ નંબર તેના માટે વધુ ખાસ બની ગયો છે.
વિરાટે પહેલેથી જ એક મોટો ખુલાસો કર્યો હતો
વિરાટ કોહલીએ પહેલેથી જ ખુલાસો કર્યો હતો કે, 'મારા પિતાનું 18 ડિસેમ્બરે અવસાન થયું. જ્યારે હું અંડર-18 ટીમમાં જોડાયો, ત્યારે તેમણે મને 18 નંબરની જર્સી આપી. મેં 18 ઓગસ્ટે ભારત માટે ડેબ્યૂ કર્યું. મને ખબર નથી પણ 18 નંબર મારા જીવનમાં ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે.'
આ IPL ની 18મી સિઝન હતી. ભલે RCB માટે ફાઇનલમાં વિરાટ કોહલી મોટો સ્કોર ન કરી શક્યો, પરંતુ તેણે હંમેશા શાનદાર પ્રદર્શન કર્યું છે. IPL 2025 ની ફાઇનલમાં વિરાટે 43 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
RCB એ IPL 2025 ની ફાઇનલ જીતી
ફાઇનલ મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરતા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા. વિરાટ કોહલી ઉપરાંત, કેપ્ટન રજત પાટીદારે 26 રન બનાવ્યા જ્યારે લિયામ લિવિંગસ્ટોને 25 રન બનાવ્યા. જીતેશ શર્માએ 24 રનનું યોગદાન આપ્યું જ્યારે મયંક અગ્રવાલે પણ 24 રન બનાવ્યા. પંજાબ કિંગ્સ માટે, અર્શદીપ સિંહે ચાર ઓવરમાં 40 રન આપીને ત્રણ વિકેટ લીધી જ્યારે કાયલ જેમિસને ચાર ઓવરમાં 48 રન આપીને ત્રણ વિકેટ લીધી.
જવાબમાં, પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 184 રન જ બનાવી શક્યું. પંજાબના શ્રેષ્ઠ બેટ્સમેન શશાંક સિંહે 61* રનની તોફાની ઇનિંગ્સ રમી પરંતુ તે પોતાની ટીમને જીત તરફ દોરી શક્યો નહીં. શશાંક સિંહ ઉપરાંત, જોશ ઇંગ્લિસે 39 રન બનાવ્યા જ્યારે પ્રભસિમરન સિંહે 26 રનનું યોગદાન આપ્યું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે, ભુવનેશ્વર કુમારે ચાર ઓવરમાં 38 રન આપીને બે વિકેટ લીધી જ્યારે કૃણાલ પંડ્યાએ પણ બે વિકેટ લીધી.




















