New Zealand vs Pakistan T20 Series: ન્યૂઝીલેન્ડ ક્રિકેટે 16 માર્ચથી શરૂ થનારી પાકિસ્તાન સામેની T20 સીરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન માઈકલ બ્રેસવેલને સોંપવામાં આવી છે. રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર વગેરે જેવા ખેલાડીઓ, જેઓ 22 માર્ચથી શરૂ થનારી IPL લીગ (IPL 2025) માં રમશે, તેઓ આ T20 સીરીઝનો ભાગ નથી.

ચેમ્પિયન્સ ટ્રૉફી પછી બંને દેશો વચ્ચે આ પહેલી સીરીઝ છે. એકતરફ ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં પહોંચ્યું હતું જ્યારે યજમાન પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયું હતું. પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર 5 મેચની T20 સીરીઝ પછી 3 મેચની ODI સીરીઝ રમશે. ન્યૂઝીલેન્ડે 5 મેચની T20 સીરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. મિશેલ સેન્ટનરની ગેરહાજરીમાં માઈકલ બ્રેસવેલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

IPL રમનારા ન્યૂઝીલેન્ડ ખેલાડી નહીં રમે પાકિસ્તાન વિરૂદ્ધ ટી20 સીરીઝ મિશેલ સેન્ટનર અને રચિન રવિન્દ્ર પાકિસ્તાન સામેની T20 સીરીઝની ટીમમાં સામેલ નથી, બંને IPLમાં રમશે. સેન્ટનર IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે, જ્યારે રચિન રવિન્દ્રનો ચેન્નાઈ સુપર કિંગ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડના ખેલાડી ડેવોન કોનવે, જે CSK માં પણ સામેલ છે, તે પણ T20 સીરીઝનો ભાગ નથી.

ટીમની જાહેરાત કરતી વખતે, ન્યૂઝીલેન્ડે કહ્યું કે ટી20 નિયમિત ખેલાડીઓ ડેવોન કોનવે, લોકી ફર્ગ્યૂસન, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર અને મર્યાદિત ઓવરના કેપ્ટન મિશેલ સેન્ટનર IPL પ્રતિબદ્ધતાને કારણે ઉપલબ્ધ નથી.

પાકિસ્તાન વિરૂદ્ધ ટી20 સીરીઝ માટે ન્યૂઝીલેન્ડ સ્ક્વૉડ - માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ફિન એલન, માર્ક ચેપમેન, જેકબ ડફી, જેક ફોલ્કેસ (ચોથી અને પાંચમી મેચ માટે), મિચ હે, મેટ હેનરી (ચોથી અને પાંચમી મેચ માટે), કાયલ જેમીસન (પ્રથમ 3 મેચ માટે), ડેરિલ મિશેલ, જીમી નીશમ, વિલ ઓ'રોર્ક (પ્રથમ 3 મેચ માટે), ટિમ રોબિન્સન, બેન સીઅર્સ, ટિમ સીફર્ટ, ઇશ સોઢી.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન T20 શિડ્યૂલ - પહેલી મેચ: રવિવાર, ૧૬ માર્ચ, હેગલી ઓવલ, ક્રાઇસ્ટચર્ચબીજી મેચ: મંગળવાર ૧૮ માર્ચ, યુનિવર્સિટી ઓફ ઓટાગો ઓવલ, ડ્યુનેડિનત્રીજી મેચ: શુક્રવાર ૨૧ માર્ચ, ઇડન પાર્ક, ઓકલેન્ડચોથી મેચ: રવિવાર 23 માર્ચ, બે ઓવલ, તૌરંગાપાંચમી મેચ: બુધવાર 25 માર્ચ, સ્કાય સ્ટેડિયમ, વેલિંગ્ટન