IPL 2023, Prithvi Shaw in Trouble: હાલમા ઇન્ડિયન પ્રિમિયર લીગ ચાલી રહી છે.  આ રોમાંચ વચ્ચે દિલ્હી કેપિટલ્સના સ્ટાર યુવા ઓપનર પૃથ્વી શૉની મુશ્કેલીઓ વધી ગઈ છે. બે મહિના પહેલા  સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર સપના ગિલ સાથે ઝપાઝપીના સંબંધમાં સપના હવે મુંબઈ કોર્ટમાં પહોંચી છે. સપનાએ પૃથ્વી શૉ અને તેના મિત્ર વિરુદ્ધ અંધેરીના મેજિસ્ટ્રેટ સમક્ષ ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે.


અનેક કલમોમાં કેસ નોંધાયો


સપના ગિલે પૃથ્વી શૉ પર આરોપ લગાવ્યો છે કે તેણે તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો અને તેને દૂર ધકેલવા માટે તેના પર બેટથી હુમલો કર્યો હતો. આરોપ લગાવતા સપનાએ આઈપીસીની કલમ 354, 509 અને 324 હેઠળ એફઆઈઆર નોંધવાની વિનંતી કરી છે. આ વિશે માહિતી આપતા સપનાના વકીલે કહ્યું કે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ રિપોર્ટ પણ દાખલ કરવામાં આવ્યો છે. ગિલના કહેવા પ્રમાણે, જ્યારે આ ઘટના બની ત્યારે એરપોર્ટ પોલીસે પૃથ્વી વિરુદ્ધ કેસ નોંધવાનો ઇનકાર કર્યો હતો. સપના ગિલના વકીલે કહ્યું કે આ મામલે 17 એપ્રિલે સુનાવણી થશે.


આ કેસમાં સપના ગિલની ધરપકડ કરવામાં આવી છે


ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અગાઉ પણ સપના ગિલની ધરપકડ કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીના રોજ, ઓશિવરા પોલીસે મુંબઈની નાઈટ ક્લબ બેરલ મેન્શન ક્લબમાં પૃથ્વી શૉ પર કથિત રીતે હુમલો કરવા બદલ ગિલની ધરપકડ કરી હતી. પૃથ્વી સાથે સેલ્ફી લેવાના મુદ્દે વિવાદ થયો હતો. ઘટનાના ચાર દિવસ પછી કોર્ટે સપના ગિલ અને અન્ય ત્રણ આરોપીઓને જામીન આપ્યા હતા. સપના અને તેના મિત્રો પર  શૉ પર હુમલો કરવાનો અને તેની કાર બેઝબોલના બેટથી તોડવાનો આરોપ હતો. નોંધનીય છે કે પૃથ્વી શો હાલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી IPL રમી રહ્યો છે. જો કે તે ટીમ માટે કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી.


LSG vs SRH: આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર, જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન ?


LSG vs SRH Match Preview: IPL 2023માં આજે (7 એપ્રિલ) લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. લખનઉના અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને થશે. આ પહેલા બંને ટીમો વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ છે. IPL 2022માં રમાયેલી આ મેચમાં લખનઉની ટીમે હૈદરાબાદને 12 રને હરાવ્યું હતું.


IPL 2023માં લખનઉની આ ત્રીજી મેચ હશે. આ ટીમે પોતાની પ્રથમ મેચ જીતી હતી જ્યારે બીજી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદને તેની પ્રથમ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.