csk playoff scenarios ipl 2026: આજે (18 મે) IPL 2026 ની 63મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ચેપોક સ્ટેડિયમમાં કાંટાની ટક્કર થવાની છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે ચેન્નાઈ માટે આ મેચ 'કરો યા મરો' સમાન છે. જો CSK આજની મેચ હારશે, તો ટૂર્નામેન્ટમાંથી તેમની વિદાય લગભગ નિશ્ચિત થઈ જશે. ચાલો સમજીએ કે આજની મેચના પરિણામ બાદ ચેન્નાઈના પ્લેઓફના સમીકરણો કેવા રહેશે અને તેમની આગળની સફર કેટલી મુશ્કેલ છે.
પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈની હાલની સ્થિતિ
ચેન્નાઈની ટીમ આજે હૈદરાબાદ સામે પોતાની 13મી લીગ મેચ રમવા મેદાનમાં ઉતરશે.
અત્યાર સુધીમાં રમાયેલી 12 મેચમાંથી ટીમે 6 માં જીત મેળવી છે અને 6 માં હારનો સામનો કરવો પડ્યો છે.
આ પ્રદર્શન સાથે હાલમાં CSK 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5મા સ્થાને છે.
જો હૈદરાબાદ સામે હારશે તો શું થશે?
ગણિત એકદમ સીધું છે. જો ચેન્નાઈ આજે હૈદરાબાદ સામે હારશે, તો 13 મેચ બાદ તેમના 12 પોઈન્ટ જ રહેશે. જો તેઓ ગુજરાત ટાઈટન્સ સામેની તેમની છેલ્લી લીગ મેચ જીતી પણ જાય, તો પણ તેમના વધુમાં વધુ 14 પોઈન્ટ જ થશે.
માત્ર 14 પોઈન્ટ સાથે ક્વોલિફાય થવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે ત્યારબાદ તેમને બીજી ટીમોના હાર-જીતના પરિણામો પર આધાર રાખવો પડશે. સરળ શબ્દોમાં કહીએ તો, આજની હાર ચેન્નાઈ માટે ટોપ-4 ના દરવાજા લગભગ બંધ કરી દેશે.
આ પણ વાંચોઃ IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, અભિષેક શર્માનો મહારેકોર્ડ તોડ્યો
જીતશે તો આશા જીવંત રહેશે
જો આજે CSK હૈદરાબાદને હરાવી દેશે, તો તેમની પ્લેઓફમાં પહોંચવાની આશા મજબૂત રહેશે. આ જીત સાથે ટીમના 14 પોઈન્ટ થઈ જશે અને જો છેલ્લી લીગ મેચ પણ જીતશે, તો કુલ 16 પોઈન્ટ થશે. 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચવું પ્રમાણમાં સરળ બની જશે. જોકે, આ બધાની વચ્ચે ટીમે પોતાનો નેટ રન રેટ (NRR) પણ સારો જાળવી રાખવો પડશે.
છેલ્લી મેચનું પ્રદર્શન
અત્રે નોંધનીય છે કે, ચેન્નાઈએ પોતાની છેલ્લી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે એકાના સ્ટેડિયમમાં રમી હતી. તે મેચમાં લખનૌએ ચેન્નાઈને તેના જ હોમ ગ્રાઉન્ડ પર 7 વિકેટે હરાવીને તેમની રમત બગાડી નાખી હતી. આ હારને કારણે જ હવે ચેન્નાઈ માટે પ્લેઓફની આગળની સફર વધુ કપરી બની ગઈ છે.
આ પણ વાંચોઃ પંજાબને 23 રનથી હરાવી RCB પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, કોહલી અને ઐયર ચમક્યા
