અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ઇન્ડિયન પ્રિમિયર લીગની ફાઇનલ ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ સીઝન સુપરહિટ સાબિત થઈ અને લીગ રાઉન્ડની છેલ્લી મેચ સુધી પ્લેઓફ ટીમો ફાઈનલ થઈ શકી ન હતી. આ સીઝનની શરૂઆત અમદાવાદમાં જ ચેન્નઈ અને ગુજરાત વચ્ચેની મેચથી થઈ હતી અને આ જ મેચ સાથે સીઝનનો અંત આવશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. ટોસ તેના અડધા કલાક પહેલા એટલે કે સાંજે 7 વાગે થશે.


હવે કઈ ટીમ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે. જો કે આ મેચ પર વરસાદનો ખતરો છે. અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની ક્વોલિફાયર 2 મેચ પણ વરસાદને કારણે 45 મિનિટ મોડેથી શરૂ થઇ હતી.


ટોસ સાંજે 7.00ને બદલે 7.45 કલાકે થયો હતો જ્યારે મેચ રાત્રે 8.00 કલાકે શરૂ થઈ હતી. જોકે, આખી મેચ રમાઈ હતી. ચેન્નઈ અને ગુજરાત વચ્ચેની ફાઈનલમાં પણ વરસાદનો ખતરો છે. ચાલો જાણીએ કે જો આ મેચમાં વરસાદ પડે અને મેચ રદ થાય તો શું થશે.


છેલ્લા કેટલાક દિવસોમાં દેશના મોટાભાગના ભાગોમાં વરસાદ પડ્યો છે અને તેની અસર IPL 2023ની સૌથી મહત્વપૂર્ણ મેચ પર પડી શકે છે. ભારતીય હવામાન વિભાગના 28 મેના રોજ અમદાવાદમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં રવિવારે સાંજે વરસાદ પડવાની શક્યતા છે. રવિવારે સાંજે વરસાદની 40 ટકા શક્યતા છે.


ભારતીય હવામાન વિભાગે કહ્યું હતું કે મેચ દરમિયાન મોટે ભાગે વાદળછાયું વાતાવરણ રહેશે. આવી સ્થિતિમાં અમદાવાદમાં વાદળછાયા વાતાવરણની અપેક્ષા છે. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલરોને શરૂઆતમાં મદદ મળી શકે છે.


IPL 2023 Final: ફાઇનલની ટિકીટોની કાળાબજારી, 3 હજારની ટિકીટો 9 હજારમાં વેચતા બે ઝડપાયા, જાણો


IPL Final: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની ફાઇનલ મેચ રમાશે, આ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, આ મેચ પહેલા ટિકીટને લઇને કાળાબજારી થતી હોવાની વાતને લઇને તંત્રમાં દોડધામ મચી ગઇ છે. રિપોર્ટ છે કે, ફાઇનલ મેચની ટિકીટ માટે કાળાબજારી કરનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. 


અમદાવાદમાં રમાનારી આઇપીએલ ફાઇનલ મેચની ટિકીટોને લઇને કાળાબજારી શરૂ થઇ ગઇ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ટિકીટની કાળાબજારી કરતા 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, અમન શાહ અને સચિન ગારવેની પોલીસે ધરપકડ કરી છે. આ બન્ને આરોપી 3 હજારની ટિકીટ 9 હજારમાં અને 2500ની ટિકીટ 5 હજાર રૂપિયામાં વેચતા હતા. 15 ટિકીટ સાથે ચાંદખેડાના આ બન્ને યુવકોની ધરપકડ કરવામાં આવી છે.


CSK vs GT IPL 2023 Final: આઇપીએલની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે જોવા મળશે જોરદાર ટક્કર, આવી હોઇ શકે છે પ્લેઇંગ ઇલેવન ?


CSK vs GT Probable Playing XI: ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો IPL 2023 ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. બંને વચ્ચે આ ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. આ મેચમાં બંને ટીમો પોતાની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરવા ઈચ્છશે. આ મેચ માટે ગુજરાતની ટીમમાં રાશિદ ખાન, નૂર અહેમદ, જોશુઆ લિટલ અને ડેવિડ મિલરના રૂપમાં ચાર વિદેશી ખેલાડીઓ લગભગ ફિક્સ છે