એક મહિલાએ બંગાળ અને IPL ફ્રેન્ચાઇઝ દિલ્હી કેપિટલ્સ વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં લગ્ન, હુમલો અને ગુનાહિત ધાકધમકી જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે. પોલીસે ફરિયાદ મળ્યાની પુષ્ટી કરી અને જણાવ્યું કે તપાસ શરૂ કરવામાં આવી છે. અભિષેક પોરેલે બધા આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા ગણાવીને નકારી કાઢ્યા છે. મહિલા અને તેની માતાએ મંગળવારે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, બંને છેલ્લા ત્રણ વર્ષથી સંબંધમાં હતા. મહિલાનો આરોપ છે કે ગયા વર્ષે તેમની વચ્ચે મતભેદો ઉભા થયા હતા, ત્યારબાદ પોરેલે તેનાથી દૂર રહેવાનું શરૂ કર્યું હતું. તેણી કહે છે કે ક્રિકેટરે તેણી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે તે લગ્ન કરવાનો ઇનકાર કરી રહ્યો છે.

Continues below advertisement

 

ફરિયાદમાં એવો પણ આરોપ છે કે ક્રિકેટરે લગ્ન કરવાનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એટલું જ નહી મારપીટ અને ધમકી પણ આપી હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું કે આ કેસની તપાસ ચાલી રહી છે. અભિષેક પોરેલ હાલમાં બેંગલુરુમાં છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા હજુ સુધી તેમનો સંપર્ક કરવામાં આવ્યો નથી. પોરેલે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ પૂર્ણ થયા પછી તેઓ આ બાબતે વિગતવાર માહિતી આપશે.

Continues below advertisement

આ પણ વાંચોઃ IPL 2027 માં અજિંક્ય રહાણેના સ્થાને આ ખેલાડી બનશે KKR નો નવો કેપ્ટન, નામ જાણી તમે પણ ચોંકી જશો 

અભિષેક પોરેલનું ક્રિકેટ કરિયર

23 વર્ષીય અભિષેક પોરેલે 2023માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે દિલ્હી કેપિટલ્સનો ભાગ છે. ડાબોડી બેટ્સમેન ઘણી વખત ટીમ માટે ઉપયોગી ઇનિંગ્સ રમી ચૂક્યો છે. અત્યાર સુધીમાં તેણે 35 મેચોમાં 33 ઇનિંગ્સમાં 769 રન બનાવ્યા છે. તેની બેટિંગ એવરેજ 25.63 અને સ્ટ્રાઇક રેટ 145.37 છે. તેના નામે ચાર અડધી સદી છે. તેણે આઈપીએલમાં 80 ચોગ્ગા અને 28 છગ્ગા ફટકાર્યા છે. પોરેલે હજુ સુધી ભારતીય સિનિયર ટીમ માટે ડેબ્યૂ કર્યું નથી, પરંતુ તેણે ઈન્ડિયા એનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ મામલો હાલમાં તપાસ હેઠળ છે. આરોપો લગાવવામાં આવ્યા છે પરંતુ કોર્ટ દ્વારા હજુ સુધી તેની પુષ્ટી કરવામાં આવી નથી. કેસની સાચી સ્થિતિ તપાસ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટ થશે.