Hyderabad Fire News: હૈદરાબાદની એક ફાઇવ સ્ટાર હોટેલમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આ એ જ હોટેલ છે જ્યાં ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ના ખેલાડીઓ રોકાયા હતા. હોટલના એક માળે આગ લાગતાની સાથે જ સ્ટાફે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. થોડી જ વારમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, સાવચેતીના પગલા તરીકે સમગ્ર હૈદરાબાદની ટીમને પાર્ક હયાત હોટેલમાંથી બીજી જગ્યાએ ખસેડવામાં આવી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
હોટલના પહેલા માળે આગ લાગી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને તસવીરોમાં હોટલના પહેલા માળેથી ગાઢ ધૂમાડો નીકળતો સ્પષ્ટ જોઈ શકાય છે. રાહતની વાત એ હતી કે આગને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી જેના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી. હોટલ પ્રશાસન અને ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ હોટલના પહેલા માળે લાગી હતી. ત્યાંથી ધૂમાડો નીકળવા લાગ્યો કે તરત જ ઇમરજન્સી એલાર્મ લાગ્યું હતું અને ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી.
રાહતની વાત એ હતી કે આગને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી જેના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી. આ ઘટનાએ હોટલની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે. વહીવટીતંત્રનું કહેવું છે કે તપાસ રિપોર્ટ આવ્યા પછી જ સમગ્ર મામલાનું સત્ય બહાર આવશે.
એક અલગ ઘટનામાં સોમવારે વહેલી સવારે દિલ્હીના પાંડવ નગરમાં સંજય તળાવ વન વિસ્તાર નજીક આગ લાગી હતી. ત્યારબાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.