IPL 2026ની હરાજી પહેલા રાજસ્થાન રોયલ્સે એક મોટી જાહેરાત કરી છે. ટીમે કુમાર સંગાકારાને તેમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. હરાજી પહેલા ફ્રેન્ચાઇઝીએ IPL ઇતિહાસનો સૌથી મોટો સોદો પણ કર્યો હતો, જેમાં કેપ્ટન સંજુ સેમસનના સ્થાન પર CSKના રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કર્યો છે

શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાને રાજસ્થાન રોયલ્સના નવા મુખ્ય કોચ બનાવવાની અગાઉ અફવા હતી, જેની રાજસ્થાને હવે પુષ્ટી કરી છે. ગત સીઝનમાં ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હતા, જેમણે થોડા દિવસો પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

રાજસ્થાન રોયલ્સ 2026 રીટેન્શન લિસ્ટ

યશસ્વી જયસ્વાલશિમરોન હેટમાયરવૈભવ સૂર્યવંશીશુભમ દુબેલુઆન-ડ્રે પ્રિટોરિયસધ્રુવ જુરેલરિયાન પરાગજોફ્રા આર્ચરતુષાર દેશપાંડેસંદીપ શર્માયુદ્ધવીર સિંહક્વેના મફાકાનાંદ્રે બર્ગર

રાજસ્થાન રોયલ્સ ટ્રેડ

રવીન્દ્ર જાડેજા સેમ કુરન ડોનોવન ફેરેરાસંજુ સેમસન (બાકાત)નીતીશ રાણા (બાકાત)

રાજસ્થાન રોયલ્સ સ્ક્વોડમાં 9 લેયર સ્લોટ્સ ખાલી

રાજસ્થાન રોયલ્સે 13 ખેલાડીઓને રિટેન કર્યા છે અને ટ્રેડ મારફતે ત્રણ ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. ત્રણેય ખેલાડીઓ ઓલરાઉન્ડર છે. રવિન્દ્ર જાડેજા, સેમ કુરન અને ડોનોવન ફેરેરા ટ્રેડ મારફતે રાજસ્થાન ટીમમાં જોડાયા છે. રાજસ્થાને સંજુ સેમસન અને નીતિશ રાણા નામના બે ખેલાડીઓને ટ્રેડ કર્યા છે.

IPL 2026 ની હરાજી ક્યારે અને ક્યાં યોજાશે?

ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી આવૃત્તિ માટે હરાજી પ્રક્રિયા 16 ડિસેમ્બરે યોજાશે. આ એક દિવસીય મીની હરાજી હશે. આ હરાજી અબુ ધાબીમાં થશે, જેની BCCI એ સત્તાવાર જાહેરાત કરી છે.

નોંધનીય છે કે, IPL 2026 માટેની હરાજી પહેલાં તમામ દસ ટીમોએ તેમની રિટેન્શન યાદીઓ જાહેર કરી દીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ નવ અને રાજસ્થાન રોયલ્સે આઠ ખેલાડીઓને રિલીઝ કર્યા છે. આ વર્ષે રિલીઝ થયેલા મોટા નામોમાં મથિશા પથિરાના, લિયામ લિવિંગસ્ટોન, આન્દ્રે રસેલ અને ગ્લેન મેક્સવેલનો સમાવેશ થાય છે. ટીમોએ તેમના કોર પ્લેયર્સને જાળવી રાખીને યુવા ખેલાડીઓને તક આપી છે. અહીં IPL 2026 માટે તમામ 10 ટીમો દ્વારા જાળવી રાખવામાં આવેલા ખેલાડીઓની સંપૂર્ણ યાદી રજૂ કરવામાં આવી છે.