MI vs GT Pitch Report: આજે આઇપીએલ 2023માં પાંચવારની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ વચ્ચે થવાની છે, આજે બન્ને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ સિઝનમાં બેટ્સમેનોએ બેટિંગની ધાર દેખાઇ છે. આવામાં આજની મેચમાં પણ બેટ્સમેનોને આ મેદાનની પીચ પરથી વધુ મદદ મળવાની સંભાવના દેખાઇ રહી છે. 


IPL 2023માં અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ ત્રણ મેચ રમાઈ ચૂકી છે. આ ત્રણેય મેચોની તમામ છ ઇનિંગ્સમાં સ્કૉર 175+ રનોનો રહ્યો છે. ત્રણેય વખત બીજી બેટિંગ કરનારી ટીમ અહીં જીતી છે. આ સિઝનમાં પણ આ મેદાનમાં 205 રનના લક્ષ્યનો પીછો કરવામાં આવ્યો છે. આવામાં આજની મેચમાં બે બાબતો ચોક્કસપણે દેખાય છે, એક તો આજે પણ અહીં રનોના ઢગલા થવાના છે, અને બીજુ જે પણ ટીમ ટૉસ જીતશે તે પહેલા બેટિંગ કરવા માંગશે. 


જોકે, આ પીચ પર ફાસ્ટ બૉલરો અને સ્પિનરો માટે ચોક્કસ મદદ છે, અહીં આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી મેચોમાં ફાસ્ટ બૉલરોએ બંને ઇનિંગ્સની શરૂઆતમાં જ વિકેટ લીધી છે. સ્પિનરોને પણ ઘણી વિકેટ મળી છે, પરંતુ એકંદરે બેટ્સમેનોનું વર્ચસ્વ રહ્યું છે. અહીં રાત્રે બીજી ઈનિંગમાં ભેજનું ફેક્ટર મહત્વની ભૂમિકા ભજવી શકે છે, જેના કારણે બૉલરો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ત્રણેય મેચોમાં સફળ રન ચેઝમાં ભેજની ભૂમિકા મહત્વની રહી છે. 


રોચક રહેશે મેચ 
ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં પણ ચેમ્પિયનની જેમ રમી રહી છે. તે છમાંથી ચાર મેચ જીતીને પૉઈન્ટ ટેબલમાં ચોથા નંબરે છે. બીજીબાજુ મુંબઈ ઈન્ડિયન્સ ત્રણ જીત અને ત્રણ હાર સાથે પૉઈન્ટ ટેબલમાં સાતમા નંબર પર છે. બંને ટીમો સારી રિધમમાં જોવા મળી રહી છે. ગુજરાત ટાઇટન્સની બૉલિંગ અને મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ વચ્ચે ટક્કર થશે.