IPL 2026 GT vs CSK, Chennai Super Kings Eliminated: ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 66મી લીગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઇટન્સે 89 રનથી જીત મેળવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229  રન બનાવ્યા હતા.

Continues below advertisement

ગુજરાત ટાઇટન્સે આ મેચમાં મજબૂત શરૂઆત કરી હતી, જેમાં કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શનની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી નોંધાવી હતી, જેમાં ગિલ આઉટ થયા પહેલા 64 રન બનાવ્યા હતા. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા જોસ બટલર અને સાઈ સુદર્શને 36 બોલમાં બીજી વિકેટ માટે 82 રન જોડીને રન રેટ સ્થિર રાખ્યો હતો. 53 બોલમાં 84 રન બનાવીને સાઈ સુદર્શન પેવેલિયન પરત ફર્યા હતા. જોસ બટલર 57 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી અને સ્પેન્સર જોહ્ન્સને 1-1 વિકેટ લીધી.

Continues below advertisement

આ પણ વાંચો- શુભમન ગિલે CSK સામે રચ્યો ઈતિહાસ, ટી20 માં કોહલીનો રેકોર્ડ તોડાવાથી ચૂક્યો 

લક્ષ્યનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી.  તેણે ઇનિંગના પહેલા જ બોલ પર સંજુ સેમસનના રૂપમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ, 29 રનના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ, તેમના માટે મેચમાં વાપસી કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ. શિવમ દુબેએ 17 બોલમાં 47 રનની ઇનિંગ રમીને CSKની વાપસીનો પ્રયાસ કર્યો, પરંતુ તેની વિદાય સાથે ટીમની જીતની આશા પણ ખતમ થઈ ગઈ. ચેન્નાઈ સુપર કિંગ્સ 13.4 ઓવરમાં 140 રન પર સિમિત રહી. ગુજરાત ટાઇટન્સ તરફથી કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને રાશિદ ખાને 3-3 વિકેટ લીધી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ચેન્નઈએ સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જોસ બટલરની અડધી સદીની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટે 229 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈ 13.4 ઓવરમાં માત્ર 140 રન જ બનાવી શક્યું હતું અને ઓલઆઉટ થઈ ગયું હતું. શિવમ દુબેએ 17 બોલમાં 47 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન સિરાજ, રબાડા અને રાશિદ ખાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ હાર સાથે ચેન્નઈની પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ ખતમ થઈ ગઈ છે.