બેંગ્લુરુની દૂઘર્ટના પર હરભજન સિંહે કર્યું ભાવુક ટ્વીટ, કહ્યું - આ એક કાળા પરછાડા જેવું...
Harbhajan Singh on RCB Parade Stampede: હરભજને આ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે

Harbhajan Singh on RCB Parade Stampede: ભારતીય ક્રિકેટર હરભજન સિંહે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ પર પ્રતિક્રિયા આપી છે. હરભજને આ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ભજ્જીએ કહ્યું કે તેઓ આ ઘટનામાં જે લોકોને નુકસાન થયું છે તેમની સાથે ઉભા છે.
હરભજન સિંહે કહ્યું, "એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના દુર્ભાગ્યપૂર્ણ સમાચાર સાંભળ્યા. આ ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા ક્રિકેટ ચાહકો ઘાયલ થયા છે. તે ક્રિકેટની રમતની ભાવના પર કાળો પડછાયો છે જે દેશના લાખો લોકોને એકઠા કરે છે."
હરભજને કહ્યું કે તેઓ આ મુશ્કેલ સમયમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરે છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી.
Speechless. Numb. A victory parade for an IPL win claiming innocent lives.
— Aakash Chopra (@cricketaakash) June 4, 2025
Heart goes out for the affected and their loved ones. 🕉️ शान्ति
આકાશ ચોપરાએ પણ પ્રતિક્રિયા આપી
ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ પણ કહ્યું કે તે કંઈ કહેવાની સ્થિતિમાં નથી. આકાશે કહ્યું કે IPLમાં જીત માટે નીકળેલી વિજય પરેડમાં ઘણા લોકોના જીવ ગયા છે. તેમણે કહ્યું, "આ ઘટનાથી પ્રભાવિત લોકો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના. શાંતિ."



















