RCB vs GT 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 18ની 14 નંબરની મેચ આજે, બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ RCBના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. જાણો આ મેદાન પર IPL મેચોનો રેકોર્ડ અને આજની મેચમાં પિચ કેવી રીતે વર્તે છે? અહીં કોને વધુ ફાયદો છે, બેટ્સમેન કે બોલરો?

આ મેચ પણ કિંગ અને પ્રિન્સ વચ્ચે થશે. એક તરફ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ હશે. જેને પ્રિન્સ કહેવામાં આવે છે અને બીજી બાજુ ક્રિકેટના રાજા કહેવાતા આરસીબીના અનુભવી વિરાટ કોહલી હશે. RCBની વાત કરીએ તો તેઓ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, તેઓ છેલ્લી બંને મેચ જીતી ચૂક્યા છે.જ્યારે ગુજરાત 2 મેચમાંથી 1 જીત્યું છે અને ટેબલમાં ચોથા સ્થાને છે.

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમનો IPL રેકોર્ડ

આ સ્ટેડિયમમાં કુલ 95 આઈપીએલ મેચ રમાઈ છે. અહીં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 41 મેચ જીતી છે અને પ્રથમ બોલિંગ કરનાર ટીમે 50 વખત જીત મેળવી છે. ટોસ જીતનાર કેપ્ટને 50 વખત મેચ જીતી છે.

ક્રિસ ગેલે આ સ્ટેડિયમમાં 175 રન બનાવ્યા હતા, જે હજુ પણ IPLના ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. કુલ 287 રન આ મેદાન પર સૌથી વધુ રન છે, જે SRH એ RCB સામે બનાવ્યા હતા. સૌથી ઓછો સ્કોર 82 છે, જે RCBએ KKR સામે બનાવ્યો હતો.

બેંગલુરુ વિ ગુજરાત પિચ રિપોર્ટ

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળશે. આ પીચ બેટ્સમેનો માટે ઘણી મદદગાર છે. ફાસ્ટ બોલરો કરતાં સ્પિનરોને અહીં વધુ મદદ મળશે. 40 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય રહેશે. અહીં પ્રથમ બેટિંગ કરનાર ટીમને 220 સુધીનો સ્કોર કરવાની જરૂર છે નહીંતર લક્ષ્યનો પીછો કરવો સરળ રહેશે.

બેંગલુરુમાં આજે હવામાન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ, ગુજરાત ટાઇટન્સ મેચમાં હવામાન ચિંતાનો વિષય રહેશે નહીં. જોકે હળવા વાદળો હોઈ શકે છે પરંતુ વરસાદની કોઈ આગાહી નથી. મોટાભાગે તડકો રહેશે. તાપમાન ઘટીને 27 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે