IPL 2023 Closing Ceremony: આજે IPL 2023ની છેલ્લી અને અંતિમ ફાઇનલ મેચ રમાશે, આ સાથે જ આઇપીએલની 16મી સિઝનનું સમાપન પણ થશે. આ સમાપન સમારોહ 28 મે 2023ના રોજ યોજાશે. વળી, આ દિવસે IPL 2023 સિઝનની ફાઇનલ મેચ રહી છે. આ ગ્રાન્ડ ફિનાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. એવું માનવામાં આવે છે કે IPL 2023ના સમાપન સમારોહમાં બૉલીવુડની હસ્તીઓ, ગાયકો અને કલાકારો પરફોર્મ કરશે. IPL 2023નો સમાપન સમારોહ 28 મેએ સાંજે 6 વાગ્યે શરૂ થશે. જ્યારે ફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે.


ક્લૉઝિંગ સેરેમનીમાં કોણ કોણ હશે સામેલ ?
મળતી માહિતી પ્રમાણે, IPL 2023ની ક્લૉઝિંગ સેરેમનીમાં બૉલીવુડ એક્ટર રણવીર સિંહ, ગાયક એઆર રહેમાન, સિંગર અને રેપર કિંગ, રેપર ડિવાઈન સહિત બીજા કટેલાય બૉલીવુડ સ્ટાર્સ જોવા મળશે. આ પહેલા સિંગર અરિજીત સિંહ સિવાય એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદાનાએ પણ IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. જોકે, IPL 2023નો સમાપન સમારોહ સાંજે 6 વાગ્યે શરૂ થશે. અને આ સમાપન સમારોહ પછી ચેમ્પીયન બનવા માટે ફાઇનલ મેચ રમાશે.


અહીંથી જોઇ શકશો લાઇવ બ્રૉડકાસ્ટિંગ અને સ્ટ્રીમિંગ - 
જો તમે આઇપીએલ ક્લૉઝિંગ સેરેમનીનું લાઇવ બ્રૉડકાસ્ટ અને સ્ટ્રીમિંગ જોવા માંગો છો, તો તમે સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક પર IPL 2023ના સમાપન સમારોહનું જીવંત પ્રસારણ જોઈ શકો છો, વળી, લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર જોઈ શકાશે. ખરેખર, તમે Jio સિનેમા પર હિન્દી અને અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં IPL 2023ના સમાપન સમારોહનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. ઉલ્લેખનીય છે કે, IPL 2023ની ફાઇનલ મેચ 28 મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની વિજેતા ટીમ ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ટકરાઇ રહી છે. નોંધપાત્ર રીતે ચેન્નાઈ સુપર કિંગ્સે ક્વૉલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. તો મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં લનખઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. આ રીતે ક્વૉલિફાયર-2 મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર થઇ હતી, અને આ મેચમાં ગુજરાતની ટીમે મુંબઇની ટીમને કચડી નાંખી હતી.