રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ શનિવારે ગુજરાત ટાઇટન્સ (GT) ને હરાવીને શાનદાર જીત હાંસલ કરી હતી. આ સિઝનમાં આ તેની ચોથી જીત હતી. હારથી ગુજરાતની આશાઓને ફટકો પડ્યો હતો. ગુજરાતની 11 મેચમાં આ આઠમી હાર હતી. આ સાથે જ ફાફ ડુપ્લેસીસની ટીમની 11 મેચમાં આ ચોથી જીત હતી. આ જીત સાથે RCB ટીમ સાતમા સ્થાને પહોંચી ગઈ છે.


RCB લગભગ ત્રણ મેચો પહેલા પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું હતું, પરંતુ ત્યારથી તેણે પોતાની તમામ મેચ જીતી લીધી છે અને ટોપ ચારની રેસમાં પાછી ફરી છે. જોકે, આ માટે તેણે અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે. આરસીબી પાસે હાલમાં વધુ ત્રણ મેચ બાકી છે અને ટીમ રેસમાં યથાવત છે.


પ્રથમ સમીકરણ: આરસીબીએ લીગ રાઉન્ડની બાકીની ત્રણેય મેચો કોઈપણ ભોગે જીતવી પડશે. બાકીની ત્રણ મેચમાં ત્રણ જીત સાથે બેંગલુરુના કુલ સાત જીત અને 14 પોઈન્ટ હશે. RCB હાલમાં લીગ રાઉન્ડ પૂરો થાય ત્યાં સુધીમાં -0.049 નો નેટ રન રેટ ધરાવે છે અને જો તે સતત ત્રણ જીત મેળવે તો તે સકારાત્મક બનશે.


બીજુ સમીકરણ: જો RCB ટીમ તેની બાકીની ત્રણ મેચ જીતવામાં સફળ થાય છે, તો તેણે આશા રાખવી પડશે કે સનરાઈઝર્સ હૈદરાબાદ અથવા લખનૌ સુપર જાયન્ટ્સ તેમની બાકીની ચાર મેચમાંથી માત્ર એક જ જીતે. બંને ટીમોના 10 મેચ બાદ છ-છ જીત સાથે 12 પોઈન્ટ છે.


ત્રીજુ સમીકરણ: આટલું જ નહીં, RCBએ એવી પણ આશા રાખવી પડશે કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલની ટીમો 10-10 પોઈન્ટ સાથે બે મેચથી વધુ જીતે નહીં. ચેન્નાઈએ 10 અને દિલ્હીએ 11 મેચ રમી છે.


ચોથુ સમીકરણ: પંજાબ કિંગ્સ પણ ટોચના ચારમાં સ્થાન મેળવવાની રેસમાં છે અને તેના 10 મેચમાં આઠ પોઈન્ટ છે. RCBના ચાહકોને માટે એ પણ સારા સમાચાર છે કે પંજાબની ટીમ આજે એટલે કે રવિવારે ચેન્નાઈ સામે હારનો સામનો કરવો પડ્યો છે. 


પાંચમું સમીકરણ: ઉપરોક્ત ચાર સમીકરણો પછી, બધી ટીમો પાસે 14 પોઈન્ટ હશે. આવી સ્થિતિમાં સારી નેટ રન રેટ ધરાવતી ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. આરસીબી ટીમ તેની બાકીની મેચો મોટા અંતરથી જીતવા માંગશે. ખાસ વાત એ છે કે બેંગલુરુની છેલ્લી લીગ રાઉન્ડની મેચ 18 મેના રોજ છે. તેમની સામે અન્ય ટીમોના સમીકરણ હશે.


જો કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે બાકીની ત્રણ મેચોમાં એક પણ હાર RCBને બહાર કરી શકે છે. તેમના માટે બાકીની મેચો જીતવી ફરજિયાત છે. બેંગલુરુને તેની આગામી ત્રણ મેચ 9 મેના રોજ ધર્મશાલામાં પંજાબ કિંગ્સ સામે, 12 મેના રોજ બેંગલુરુમાં દિલ્હી કેપિટલ્સ સામે અને 18 મેના રોજ બેંગલુરુમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમવાની છે.