IPL 2025: આઇપીએલ 2025ની પ્રથમ મેચ 22 માર્ચે કોલકત્તાના ઇડન ગાર્ડન્સમાં રમાશે. જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (KKR vs RCB) સામે થશે. એક તરફ KKR પાસે કેપ્ટન અજિંક્ય રહાણે ઉપરાંત રિંકુ સિંહ અને આન્દ્રે રસેલ જેવા મજબૂત બેટ્સમેન છે. બીજી તરફ RCB આ વખતે રજત પાટીદારની કેપ્ટનશીપમાં રમશે, જેમાં વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ ખેલાડીઓ રમશે. પરંતુ હવામાનની સ્થિતિ જોતાં IPL 2025 ની પહેલી મેચ પર વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે.


IPL 2025ની પહેલી મેચ રદ થઇ શકે છે


IPL 2025ની પહેલી મેચ કોલકાતામાં રમાશે, જ્યાં આગામી દિવસોમાં સતત વરસાદ પડવાની શક્યતા છે. 22 માર્ચની વાત કરીએ તો AccuWeather મુજબ, દિવસ દરમિયાન વરસાદની શક્યતા 40 ટકા છે. દિવસભર આકાશમાં કાળા વાદળો છવાયેલા રહેવાની ધારણા છે. 22 માર્ચે વરસાદ, તોફાન અને સતત વીજળી પડવાની શક્યતા હોવાથી RCB અને KKR વચ્ચેની મેચ પણ રદ થવાનો ભય છે. KKR vs RCB મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે રમાશે. 22 માર્ચે સાંજે આકાશ વાદળછાયું રહેશે, જ્યારે ભારે પવન પણ રમતને અસર કરી શકે છે.


IPL 2024માં KKR અને RCB નું પ્રદર્શન


કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2024ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવીને કુલ ત્રીજી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું હતું. બીજી તરફ, બેંગલુરુએ સીઝનના પહેલા ભાગમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું, પરંતુ છેલ્લી મેચોમાં જોરદાર વાપસી કરી અને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. પરંતુ એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હાર્યા બાદ બેંગલુરુ બહાર થઈ ગયું હતું.


KKR ટીમ


અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, ક્વિન્ટન ડી કોક, રહમાનુલ્લાહ ગુરબાઝ, અંગકૃષ રઘુવંશી, વેંકટેશ ઐયર, રમણદીપ સિંહ, આન્દ્રે રસેલ, એનરિચ નોર્ટજે, હર્ષિત રાણા, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, મયંક માર્કંડે, રોવમેન પોવેલ, મનીષ પાંડે, સ્પેન્સર જોહ્ન્સન, લવનીથ સિસોદિયા, અનુકુલ રોય, મોઈન અલી, ઉમરાન મલિક.


આરસીબી ટીમ


રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, યશ દયાલ, જોશ હેઝલવુડ, ફિલ સોલ્ટ, જિતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન, રસિક ડાર, સુયશ શર્મા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, નુવાન તુષારા, મનોજ ભંડાગે, જેકબ બેથેલ, દેવદત્ત પડિક્કલ, સ્વસ્તિક છિકારા, લુંગી એનગિડી, અભિનંદન સિંહ, મોહિત રાઠી.