KKR vs LSG Pitch Report: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ડબલ હેડરની પહેલી મેચ મંગળવારે કોલકાતા નાઈટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. કેપ્ટન તરીકે અજિંક્ય રહાણે (KKR) અને ઋષભ પંત (LSG) એકબીજાનો સામનો કરશે. ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમની પિચ કેવી રહેશે અને તેનો IPL રેકોર્ડ શું છે. આ સાથે બંને ટીમો વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડ વિશે પણ માહિતી અહીં આપવામાં આવી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે સીઝનમાં રમાયેલી 4 મેચમાંથી 2 જીતી છે અને 2 હારનો સામનો કરવો પડ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સની પણ આવી જ સ્થિતિ છે. લખનઉએ પહેલી 2 મેચ હાર્યા બાદ છેલ્લી 2 મેચ જીતી છે. તેઓ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે જ્યારે કેકેઆર પાંચમા સ્થાને છે.

હેડ ટુ હેડ રેકોર્ડ્સ

કોલકાતા નાઈટ રાઈડર્સે 2022થી IPLમાં રમી રહેલા લખનઉ સુપર જાયન્ટ્સ સાથે 5 મેચ રમી છે. આમાંથી લખનઉએ 3 મેચ જીતી છે જ્યારે કોલકાતાએ 2 મેચ જીતી છે. લખનઉનો કોલકત્તા સામે સર્વોચ્ચ સ્કોર 210 છે. લખનઉ સામે કોલકાતાનો સર્વોચ્ચ સ્કોર 235 રન છે.

ઈડન ગાર્ડન્સ ખાતે આઈપીએલ રેકોર્ડ્સ

કુલ મેચ- 95

પ્રથમ બેટિંગ કરતી ટીમ જીતી - 39

પ્રથમ બોલિંગ કરતી ટીમ જીત - 56

ટોસ જીતનાર ટીમ - 50

ટોસ હારનાર ટીમ જીતી - 45

ઇડન ગાર્ડન્સ ખાતે સૌથી વધુ સ્કોર – 262 (પંજાબ તરફથી કોલકત્તા સામે)

સૌથી વધુ વ્યક્તિગત સ્કોર – અણનમ 112 (એલએસજી સામે આરસીબી તરફથી રજત પાટીદાર)

ઇડન ગાર્ડન્સની પિચ કેવી હશે?

ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમની પિચ બેટ્સમેન માટે મદદરૂપ થશે, પરંતુ બોલરોને અહીં સારી મદદ મળી શકે છે. સ્પિનરોને વધુ મદદ મળશે. આઉટફિલ્ડ ઝડપી હશે અને પાવરપ્લેમાં ઘણા રન થઈ શકે છે. જો પ્રથમ બેટિંગ કરતી ટીમ 200થી ઓછા રન બનાવે તો લક્ષ્યનો પીછો કરવો ખૂબ જ સરળ રહેશે. આ મેચ બપોરે રમાઈ રહી છે પરંતુ તેમ છતાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય રહેશે. પ્રથમ બેટિંગ કરતી ટીમને 210 રન બનાવવા પડશે, જે અહીં હાંસલ કરવા ખૂબ મુશ્કેલ નહીં હોય.