IPL 2025 ની 8 નંબરની મેચ આજે ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. ચેન્નાઈના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈના ફાસ્ટ બોલર મથિશા પથિરાના પ્લેઈંગ 11માં પરત ફર્યો છે. ભુવનેશ્વર કુમાર આજે આરસીબી માટે ડેબ્યૂ કરી રહ્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ 11

વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ 11 

રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), દીપક હુડા, સેમ કરન, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), આર અશ્વિન, નૂર અહેમદ, મથિશા પથિરાના, ખલીલ અહેમદ  

ચેન્નાઈ અને આરસીબી હેડ ટુ હેડ આંકડા

RCB સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો દબદબો રહ્યો છે. હેડ ટૂ હેડની વાત કરીએ તો મામલો લગભગ એકતરફી છે. ચેન્નાઈએ RCB સામે અત્યાર સુધીમાં 21 મેચ જીતી છે. જ્યારે RCB માત્ર 11 મેચ જીતી શકી છે. જો બંને ટીમોની છેલ્લી પાંચ મેચોની વાત કરીએ તો ચેન્નાઈ 3-2થી આગળ છે.

2008 થી ચેપોકમાં RCB જીત્યું નથી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ચેપોક એટલે કે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ખૂબ જ ખરાબ રેકોર્ડ છે. વિરાટ કોહલીની આરસીબી અહીં 2008થી જીતી નથી. છેલ્લી વખત આઈપીએલની પ્રથમ સિઝનમાં આરસીબી અહીં જીત્યું હતું. એટલે કે ચેન્નાઈની ટીમ 2008થી ચેપોકમાં આરસીબી સામે કોઈ મેચ હારી નથી.

ચેપોક પિચ રિપોર્ટ

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ સ્પિનરો માટે ઘણી મદદગાર છે. અહીં ઘણા મોટા સ્કોર જોવા મળતા નથી. અહીં નવા બોલથી રન બનાવવું સરળ છે, પરંતુ એકવાર બોલ જૂનો થઈ જાય પછી તે રોકાઈને આવે છે. આવી સ્થિતિમાં અહીં સ્પિનરો વધુ અસરકારક સાબિત થાય છે. ચેન્નાઈની ટીમ અહીં ત્રણ સ્પિનરો સાથે આવે છે. આરસીબી પાસે તેની ટીમમાં ચાર સ્પિન વિકલ્પો પણ છે. 

મેચ પ્રિડિક્શન 

RCB છેલ્લા 17 વર્ષથી ચેપોકમાં ચેન્નાઈને હરાવી શક્યું નથી. પરંતુ આ સિઝનમાં આ ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે. અમારું મેચ પ્રિડિક્શન મીટર કહી રહ્યું છે કે આ મેચ નજીકની હરીફાઈ હશે. ટાર્ગેટનો પીછો કરતી ટીમને જીતની વધુ તકો હોય છે.