IPL 2025 Playoffs Qualifier Eliminator and Final Date Team Day Place and Time Full Schedule: વિશ્વની સૌથી લોકપ્રિય T20 લીગ IPL 2025 હવે તેના અંતિમ તબક્કામાં છે. RCB અને LSG વચ્ચેની 70મી મેચ સાથે લીગ સ્ટેજ પણ સમાપ્ત થયો. હવે ચાર ટીમો પ્લેઓફમાં છે, જેમાં પંજાબ કિંગ્સ, RCB, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સનો સમાવેશ થાય છે. LSG સામેની છેલ્લી મેચમાં જીત સાથે, RCB પણ પ્લેઓફના ટોપ 2 માં પંજાબ સાથે જોડાઈ ગયું છે. IPL 2025 ની ફાઇનલ મેચ 3 જૂન 2025 ના રોજ રમાશે. પરંતુ ફાઇનલ પહેલા ટોચની 4 ટીમોએ ક્વૉલિફાયર અને એલિમિનેટરમાં એકબીજાનો સામનો કરવાનો છે. ચાલો વિગતવાર જાણીએ કે IPL ના ક્વૉલિફાયર અને એલિમિનેટરમાં કઈ ટીમ કોનો સામનો કરશે.

Continues below advertisement


પ્લેઓફ કેવી રીતે યોજાય છે ? 
IPL પ્લેઓફ એ પોઈન્ટ ટેબલમાં ટોચની 4 ટીમો વચ્ચે રમાતી નોકઆઉટ મેચ છે. પ્લેઓફમાં ત્રણ તબક્કા હોય છે: ક્વૉલિફાયર, એલિમિનેટર અને ફાઇનલ. ક્વૉલિફાયર એ નૉકઆઉટ મેચ છે જ્યાં ટોચની ટીમો ફાઇનલમાં પહોંચવા માટે સ્પર્ધા કરે છે.


ક્વૉલિફાયર 1- પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને બીજા ક્રમે રહેલી ટીમો વચ્ચે રમાય છે.


એલિમિનેટર- એલિમિનેટર એ પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમો વચ્ચે રમાતી નોકઆઉટ મેચ છે. એલિમિનેટર જીતનાર ટીમને ક્વોલિફાયર 1 ની હારેલી ટીમ સામે ક્વોલિફાયર 2 રમવાની તક મળે છે.


ક્વૉલિફાયર 2 - તે ક્વૉલિફાયર 1 ની હારેલી ટીમ અને એલિમિનેટરની વિજેતા ટીમ વચ્ચે રમાય છે.


ક્વૉલિફાયર 1 અને ક્વૉલિફાયર 2 ની વિજેતા ટીમો એકબીજાનો સામનો કરે છે, જેમાં સિઝનનો ચેમ્પિયન નક્કી થાય છે.


IPL 2025 પ્લેઓફ શિડ્યૂલ: પ્લેઓફમાં કોણ કોની સામે રમશે
IPL 2025 માં પ્લેઓફ માટે ક્વૉલિફાય થયેલી ટીમોમાં પોઈન્ટ ટેબલના ક્રમમાં પંજાબ કિંગ્સ (PBKS), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), ગુજરાત ટાઇટન્સ (GT), મુંબઈ ઇન્ડિયન્સ (MI) છે. તેમની વચ્ચે પ્લેઓફ મેચ રમાશે. જેમાં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને ક્વોલિફાયર 1 માં સ્થાન મેળવ્યું છે. પંજાબનો મુકાબલો બીજા ક્રમે રહેલી RCB સામે થશે. તે જ સમયે, એલિમિનેટરમાં, ત્રીજા ક્રમે રહેલી ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચોથા ક્રમે રહેલી મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે.


એલિમિનેટરની વિજેતા ટીમ ક્વૉલિફાયર-2 માં ક્વૉલિફાયર-1 ની હારેલી ટીમ સામે ટકરાશે. વિજેતા ટીમ ફાઇનલમાં ક્વૉલિફાયર-1 ની વિજેતા ટીમ સામે ટકરાશે.