IPL 2025 Points Table After Lucknow Victory: IPL 2025 ની 26મી મેચ શનિવારે લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની મેચ લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ હતી.આ મેચમાં  લખનૌએ ગુજરાતને 6 વિકેટે હરાવ્યું હતું, જે બાદ લખનૌ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. આ મેચમાં હાર બાદ ગુજરાત પ્રથમ સ્થાનેથી બીજા સ્થાને સરકી ગયું છે.


લખનૌની 6 મેચમાં આ ચોથી જીત છે. આ મેચ પહેલા લખનૌ છઠ્ઠા સ્થાને હતું. આ મેચ પહેલા ગુજરાત ટાઇટન્સ ટોપ પર હતી. હાર્યા બાદ તેનો રન રેટ નીચે ગયો હતો. જેના કારણે તે બીજા સ્થાને આવી ગઈ છે.   સાથે જ ગુજરાતની હારનો ફાયદો દિલ્હી કેપિટલ્સને થયો છે. તે હવે 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.



LSG VS GT: લખનઉની જીત બાદ બદલાયું IPL 2025 પોઈન્ટ ટેબલ , જાણો હવે કઈ ટીમ છે ટોપ પર 


લખનૌની જીત બાદ પોઈન્ટ ટેબલની આ સ્થિતિ છે


દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે. કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ 6 પોઈન્ટ સાથે અનુક્રમે ચોથા, પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. રાજસ્થાન રોયલ્સ ચાર પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ બે-બે પોઈન્ટ સાથે અનુક્રમે 8મા, 9મા અને 10મા સ્થાને છે.


નિકોલસ પૂરનની બીજી શાનદાર ઇનિંગ્સ


પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે લખનૌ સુપર જાયન્ટ્સને 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી ટાર્ગેટનો પીછો કરતી વખતે નિકોલસ પૂરને 34 બોલમાં 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિઝનમાં પુરનની આ ચોથી અડધી સદી હતી. પુરને આ ઇનિંગમાં 7 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. જેના કારણે લખનઉએ 19.3 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી મેચ જીતી લીધી હતી. લખનૌ માટે એડન માર્કરામે પણ 31 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 9 ફોર અને એક સિક્સર ફટકારી હતી.   


ઋષભ પંતની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સે શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સને 6 વિકેટથી હરાવ્યું હતું. એડન માર્કરામ (58) અને નિકોલસ પૂરન (61)એ વિસ્ફોટક ઈનિંગ રમીને લખનૌની જીતને એકતરફી બનાવી દીધી હતી પરંતુ અંતિમ ક્ષણોમાં મેચ રોમાંચક બની હતી. લખનૌને છેલ્લી ઓવરમાં જીતવા માટે 6 રનની જરૂર હતી. અબ્દુલ સમદે પ્રથમ બોલ પર સિંગલ લીધો અને આયુષ બદોનીને સ્ટ્રાઇક આપી. બદોનીએ બીજા બોલ પર શાનદાર ચોગ્ગો ફટકારીને સ્કોર બરાબરી કરી દીધો હતો. બદોનીએ ત્રીજા બોલ પર છગ્ગો ફટકારીને લખનૌને 6 વિકેટે જીત અપાવી હતી.