Matheesha Pathirana KKR IPL 2026: મથીશા પાથિરાનાને કોલકાતા નાઈટ રાઈડર્સે  ₹18 કરોડમાં ખરીદ્યો છે, જેનાથી તે IPL હરાજી ઇતિહાસનો સૌથી મોંઘો શ્રીલંકન ક્રિકેટર બન્યો છે. હરાજી પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો અને આ વખતે CSK એ પથિરાના માટે એક પણ બોલી લગાવી ન હતી.

Continues below advertisement

મથીશા પાથિરાનાની બેઝ પ્રાઈસ ₹2 કરોડ હતી અને શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પથિરાના માટે જોરદાર બોલી લગાવી હતી. દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બંને પથિરાના પર અડધાથી વધુ પર્સ ખર્ચ  કરવા તૈયાર હતા, પરંતુ KKR પાસે કોઈનું ન ચાલ્યું. 

દિલ્હી કેપિટલ્સ ₹15.60 કરોડ રુપિયા સુધી આવી પોતાના હાથ પાછા ખેંચી લીધા. તે પછી પણ LSG એ હાર ન માની, તેણે પાથિરાના પર ₹17.80 કરોડ સુધી બોલી લગાવી. પરંતુ ત્યારબાદ LSG પાછળ હટી ગઈ હતી. અંતે KKR એ પથિરાનાને ₹18 કરોડમાં ખરીદ્યો. તેમના પહેલા, હરાજીમાં સૌથી મોંઘા શ્રીલંકન ખેલાડીનો રેકોર્ડ વાનિન્દુ હસરંગાના નામે હતો, જેમને 2022 ની હરાજીમાં RCB દ્વારા ₹10.75 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા.

Continues below advertisement

મથીશા પાથિરાનાને ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા ₹13 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો, પરંતુ કોલકાતા નાઈટ રાઇડર્સે ગયા વર્ષ કરતાં ₹5 કરોડ વધુ બોલી લગાવી હતી. આ પહેલા KKR એ  હરાજીમાં કેમેરોન ગ્રીન માટે ₹25.20 કરોડની બોલી લગાવી હતી.

મથીશા પાથિરાનાની IPL કારકિર્દી

મથીશા પાથિરાનાએ અત્યાર સુધીની 32 મેચની IPL કારકિર્દીમાં 47 વિકેટ લીધી છે. 2025 ની સીઝન તેમના માટે ખાસ સારી રહી ન હતી, જેમાં તેમણે CSK માટે 12 મેચમાં 13 વિકેટ લીધી હતી. જોકે, પાછલી સીઝનમાં, તેમણે ફક્ત 6 મેચમાં 13 વિકેટ લીધી હતી.

ગ્રીન માટે મોટી બોલી

કેમેરોન ગ્રીન 2 કરોડ રૂપિયાના બેઝ પ્રાઈસ સાથે હરાજીમાં ઉતર્યો.  શરૂઆતમાં, મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ ગ્રીનને ખરીદવાની દોડમાં હતા. કોલકાતા નાઈટ રાઇડર્સે પણ રસ દર્શાવ્યો. KKR એ ગ્રીન માટે બોલી લગાવવાનું ચાલુ રાખ્યું, પરંતુ રાજસ્થાન પીછેહઠ કરવા તૈયાર ન હતું. બોલી ઝડપથી 13 કરોડ રૂપિયાને વટાવી ગઈ. ત્યારબાદ CSK એ ગ્રીનને ખરીદવા માટે હરાજીમાં પણ પ્રવેશ કર્યો અને હવે CSK અને KKR વચ્ચે જોરદાર સ્પર્ધા છે. KKR એ ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો.