ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ બેટ્સમેન સુબ્રમણ્યમ બદ્રીનાથે લીગ સ્ટેજ પછી આ સિઝનના શ્રેષ્ઠ-12 ખેલાડીઓની પસંદગી કરી છે. આનો અર્થ એ થયો કે તેમણે ઈમ્પેક્ટ સબ તેમજ શ્રેષ્ઠ રમતા 11  ખેલાડીઓની પસંદગી કરી છે. જોકે, તેમણે આ યાદીમાં ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે. બદ્રીનાથે તેમની ટીમના બે અનુભવી ખેલાડીઓ, વિરાટ કોહલી અને કેએલ રાહુલને બાકાત રાખ્યા છે જોકે બંનેએ લીગ સ્ટેજમાં 550  થી વધુ રન બનાવ્યા છે. તેમણે વિશ્વના નંબર વન ટી20 બેટ્સમેન અભિષેક શર્માને પણ બાકાત રાખ્યા છે. 12 ખેલાડીઓમાંથી નવ ખેલાડીઓ પ્લેઓફમાં પહોંચેલી ટીમોના છે. આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચેલી ટીમોમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સનો સમાવેશ થાય છે.

Continues below advertisement

સૂર્યવંશી અને ગિલ ઓપનર્સ 

Continues below advertisement

બદ્રીનાથની શ્રેષ્ઠ-12  ટીમમાં કોહલી કરતાં વૈભવ સૂર્યવંશીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. શુભમન ગિલને તેમના ઓપનિંગ પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ પછી, સાઈ સુદર્શનને ત્રીજા નંબરે અને હેનરિક ક્લાસેનને ચોથા નંબરે રાખવામાં આવ્યા છે. બદ્રીનાથે આરસીબીના કેપ્ટન રજત પાટીદારને પાંચમા ક્રમે રાખ્યા છે. ઓલરાઉન્ડરોમાં બદ્રીનાથે કૃણાલ પંડ્યા અને કેકેઆરના સુનીલ નરેન સમાવેશ કર્યો છે. તેમણે આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે 19 વિકેટ લેનારા રાશિદ ખાનનો સમાવેશ કર્યો નથી.

આ ત્રણ ઝડપી બોલરોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો 

ઝડપી બોલિંગ વિભાગમાં  બદ્રીનાથે ભુવનેશ્વર કુમાર, જોફ્રા આર્ચર અને કગીસો રબાડાનો સમાવેશ કર્યો છે. તેમણે ચોથા ઝડપી બોલર તરીકે પ્રિન્સ યાદવ અથવા કાર્તિક ત્યાગીનો પણ સમાવેશ કર્યો છે. બદ્રીનાથે સીએસકે સ્પિનર ​​અકીલ હુસૈનને ઇમ્પેક્ટ સબ તરીકે સામેલ કર્યો છે.

આ પણ વાંચો- આજે RCB અને GT વચ્ચે ક્વોલિફાયર-1, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 

એસ બદ્રીનાથની IPL 2026 લીગ સ્ટેજમાં  શ્રેષ્ઠ પ્લેઈંગ 12 : વૈભવ સૂર્યવંશી, શુભમન ગિલ, સાઈ સુદર્શન, હેનરિક ક્લાસેન, રજત પાટીદાર, કૃણાલ પંડ્યા, સુનીલ નરેન, ભુવનેશ્વર કુમાર, જોફ્રા આર્ચર, કગીસો રબાડા, પ્રિન્સ યાદવ/કાર્તિક ત્યાગી (ઈમપેક્ટ પ્લેયર- અકીલ હુસૈન)  

 આજે 19મી સીઝનનો પહેલો ક્વોલિફાયર મુકાબલો રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ ધર્મશાલામાં ટકરાશે. આ ખૂબ જ રોમાંચક મેચ હોઈ શકે છે. બંને ટીમો શાનદાર ફોર્મમાં છે, લીગ સ્ટેજમાં દરેકના 18-18 પોઇન્ટ છે. આજની મેચ જે પણ ટીમ જીતશે તે સીધી ફાઇનલમાં પહોંચશે.