Rajasthan Royals Way to IPL 2026 Final: રાજસ્થાન રોયલ્સે IPL 2026 એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 47 રનથી હરાવ્યું હતું. આ શાનદાર જીત છતાં રિયાન પરાગની કેપ્ટનશીપ હેઠળની રાજસ્થાન રોયલ્સ ફાઇનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી. દરમિયાન અગાઉ ક્વોલિફાયર 1 જીતનાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ફાઇનલમાં સીધું સ્થાન મેળવ્યું. તો ચાલો જાણીએ કે રાજસ્થાન ફાઇનલમાં કઈ રીતે પહોંચશે.
રાજસ્થાનનો ફાઇનલ માટેની અંતિમ મેચ
એલિમિનેટરમાં વિજેતાનો સામનો ક્વોલિફાયર 2 માં ગુજરાત ટાઇટન્સ સામે થશે. વિજેતા ટીમ બીજી ફાઇનલિસ્ટ બનશે અને ટાઇટલ માટે RCB સામે ટકરાશે.
IPL પ્લેઓફ નિયમો
ઇન્ડિયન પ્રીમિયર લીગ પ્લેઓફ સ્ટેજ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે પ્રથમ અને બીજા ક્રમે રહેલી ટીમો વચ્ચે ક્વોલિફાયર 1 જીતનારી ટીમ સીધી ફાઇનલમાં આગળ વધે છે, જ્યારે બીજી ટીમને ક્વોલિફાયર 2 દ્વારા ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે.
આ પણ વાંચોઃ IPL 2026માં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો: પંત અને ક્રિસ ગેઈલનો મોટો રેકોર્ડ તોડ્યો
એલિમિનેટર મેચ ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમો વચ્ચે રમાય છે. હારનારી ટીમ સીઝનમાંથી બહાર થઈ જાય છે, જ્યારે વિજેતા ટીમે ફાઇનલમાં પહોંચવા માટે ક્વોલિફાયર 2 જીતવું આવશ્યક છે. ક્વોલિફાયર 2 એ એવી ટીમો વચ્ચેની મેચ છે જે પ્રથમ ક્વોલિફાયર હારી ગઈ હતી અને એલિમિનેટર જીતી હતી.
ફાઇનલમાં પહોંચવા માટે રાજસ્થાને ક્વોલિફાયર 2માં જીત મેળવવી આવશ્યક છે
ઉપર જણાવેલા નિયમો મુજબ, રાજસ્થાન ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે રમશે. આ મેચનો વિજેતા ફાઇનલમાં સ્થાન મેળવશે. ફાઇનલમાં પહોંચવા માટે રાજસ્થાનને કોઈપણ કિંમતે ગુજરાતને હરાવવું પડશે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે રાજસ્થાન બીજી ક્વોલિફાયરની મેચ જીતી શકે છે કે નહીં. બીજી ક્વોલિફાયર મેચ 29 મે (શુક્રવાર) ના રોજ ન્યૂ ચંડીગઢમાં રમાશે.
પ્લેઓફના ઈતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર
મુલ્લાનપુરના મેદાન પર રમાયેલી આ 'કરો યા મરો' મેચમાં રાજસ્થાને પહેલા બેટિંગ કરતા 243 રનનો ડુંગર જેવો સ્કોર ખડકી દીધો હતો, જે પ્લેઓફના ઈતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર છે. આ મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ પૂરી 20 ઓવર રમીને માત્ર 196 રન જ બનાવી શકી. હૈદરાબાદને મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે અત્યાર સુધી જબરદસ્ત ફોર્મમાં ચાલી રહેલા અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને હેનરિક ક્લાસેન જેવા દિગ્ગજ બેટ્સમેનો આ મહત્વની મેચમાં જ ફ્લોપ સાબિત થયા.
