શોધખોળ કરો

GT vs MI: જસપ્રીત બુમરાહને પહેલી ઓવર ન આપવી મારી સમસ્યા નથી', હાર્દિક પંડ્યાનું નિવેદન વાયરલ

IPL 2026: જસપ્રીત બુમરાહે IPL 2026 ની પોતાની પહેલી વિકેટ લીધી છે. બુમરાહે સીઝનની છઠ્ઠી મેચમાં પોતાની પહેલી વિકેટ લીધી હતી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જસપ્રીત બુમરાહે IPL 2026 માં ગુજરાત સામે પહેલી વિકેટ લીધી.
  • સીઝનની પ્રથમ પાંચ મેચમાં વિકેટ વિના રહ્યા બાદ ખાતું ખોલાવ્યું.
  • GT સામે બોલિંગની શરૂઆત કરી, પહેલા બોલે વિકેટ મેળવી.
  • મુંબઈ પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને પહોંચ્યું, 99 રનથી જીત્યું.

IPL 2026: જસપ્રીત બુમરાહે IPL 2026 ની પોતાની પહેલી વિકેટ લીધી છે. બુમરાહે સીઝનની છઠ્ઠી મેચમાં પોતાની પહેલી વિકેટ લીધી હતી. સોમવારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાયેલી મેચમાં MI માટે બોલિંગની શરૂઆત કરતા બુમરાહે પોતાના પહેલા બોલે વિકેટ લીધી હતી.

જસપ્રીત બુમરાહે પહેલી વાર ઇનિંગની પહેલી ઓવર નાખી

જસપ્રીત બુમરાહે આ સીઝનમાં પહેલી વાર મુંબઈ માટે ઇનિંગની પહેલી ઓવર નાખી હતી. આ અંગે હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, "મેં ઘણા લોકોને પૂછતા જોયા છે કે જસ્સીએ પહેલી ઓવર કેમ ન નાખી. જો તમે જુઓ તો, જસપ્રીત 151 મેચોમાં ફક્ત 8 કે 9 વાર પહેલી ઓવર જ નાખી છે. તેથી મને નથી લાગતું કે તે હાર્દિક પંડ્યાની સમસ્યા છે. બસ એટલું જ કે જસપ્રીત બુમરાહ એટલો ખાસ છે કે તમે ટીમ માટે જરૂરી હોય ત્યારે તેનો ઉપયોગ કરો છો, જ્યારે તમે ઓપનિંગ કરી રહ્યા હોવ ત્યારે નહીં. ગુજરાત સામે અમને લાગ્યું કે અમે ખરેખર નવા બોલથી પ્રભાવ પાડવા માંગીએ છીએ અને તેના કરતાં શ્રેષ્ઠ કોઈ નહોતું."

સતત પાંચ મેચમાં વિકેટ વિના રહ્યા બાદ બુમરાહ હવે પોતાનું ખાતું ખોલ્યું

જસપ્રીત બુમરાહ સીઝનની પ્રથમ પાંચ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે  વિકેટ લઈ શક્યો નથી. આની અસર તેની બોલિંગ પર પડી. તે છેલ્લા પાંચ મેચમાં એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ ગયો હતો અને તેની બોલિંગથી રન પણ બની રહ્યા હતા. GT સામે પ્રથમ ઓવર કરતા બુમરાહે પહેલા બોલ પર વિકેટ લઈને પોતાના વિકેટના દુકાળનો અંત લાવ્યો અને મુંબઈને એક મજબૂત શરૂઆત અપાવી હતી. 

બુમરાહે ત્રણ ઓવરમાં 15 રન આપીને 1 વિકેટ લીધી.

તિલકના અણનમ 101 રનની મદદથી MIએ 5 વિકેટે 199 રન બનાવ્યા અને ગુજરાતને 100 રનમાં ઓલઆઉટ કરીને 99 રનથી જીત મેળવી હતી. તિલક પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. મુંબઈ તરફથી અશ્વિની કુમારે ચાર ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ લીધી હતી.   

મુંબઈએ લગાવી મોટી છલાંગ

ગુજરાત સામે જીત મેળવ્યા બાદ મુંબઈએ પોઈન્ટ ટેબલમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવી છે. ટીમ હવે 7મા સ્થાને છે. મુંબઈએ છ મેચ રમી છે, જેમાં બે જીતી છે. આ પછી ટીમના ચાર પોઈન્ટ અને +0.067 નો નેટ રન રેટ છે. આ જીતથી મુંબઈને નોંધપાત્ર ફાયદો થયો છે. આ પહેલા, મુંબઈ સતત ચાર મેચ હારી ગયું હતું. એ નોંધવું જોઈએ કે મોટી જીતથી મુંબઈના નેટ રન રેટને નોંધપાત્ર ફાયદો થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2026 Playoffs Chances: ચેન્નઈ-કોલકાતાથી લઈ RCB,  કઈ ટીમની પ્લેઓફમાં જવાની કેટલા ટકા શક્યતા? જાણો
IPL 2026 Playoffs Chances: ચેન્નઈ-કોલકાતાથી લઈ RCB,  કઈ ટીમની પ્લેઓફમાં જવાની કેટલા ટકા શક્યતા? જાણો
હેનરિક ક્લાસેન પાસે ઇતિહાસ રચવાની તક,  ગુજરાત સામે બનાવી શકે છે આ મોટો રેકોર્ડ 
હેનરિક ક્લાસેન પાસે ઇતિહાસ રચવાની તક,  ગુજરાત સામે બનાવી શકે છે આ મોટો રેકોર્ડ 
આજની મેચમાં આ સાઉથ આફ્રિકન સ્ટાર બેટ્સમેન રચશે ઇતિહાસ, ગુજરાત વિરૂદ્ધ માત્ર 6 રનની જરૂર
આજની મેચમાં આ સાઉથ આફ્રિકન સ્ટાર બેટ્સમેન રચશે ઇતિહાસ, ગુજરાત વિરૂદ્ધ માત્ર 6 રનની જરૂર
હાર્દિક પંડ્યા થશે રિલીઝ, રોહિત-સૂર્યકુમાર નહીં આ દિગ્ગજને મળશે મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ
હાર્દિક પંડ્યા થશે રિલીઝ, રોહિત-સૂર્યકુમાર નહીં આ દિગ્ગજને મળશે મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ
Advertisement

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દેશના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાનની IMDની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું
મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
આ સરકારી બાબુઓની જશે નોકરી, ગુજરાત સરકારે વિભાગો પાસે લિસ્ટ મંગાવ્યું, વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓ રડારમાં!
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
Embed widget