ipl 2026 playoff scenarios: IPL 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કામાંથી પસાર થઈ રહી છે. આજે (16 મે) કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાન પર 60મી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે કાંટાની ટક્કર થશે. આ મેચ આમ તો બંને ટીમો માટે ખૂબ જ અગત્યની છે, પરંતુ ગુજરાત માટે તેનું મહત્વ અનેરું છે. સૌથી મોટો સવાલ એ છે કે, શું ગુજરાત આજે KKR ને હરાવીને સીધું જ પ્લેઓફમાં પહોંચી જશે? જો ગુજરાત આજની મેચ જીતશે, તો તે આ સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પહેલી ટીમ બનીને ઇતિહાસ રચશે.
ગુજરાત ટાઇટન્સનું અત્યાર સુધીનું પ્રદર્શન
તમને જણાવી દઈએ કે, ગુજરાતે આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમી છે. તેમાંથી 8 મેચમાં તેમણે શાનદાર જીત મેળવી છે અને માત્ર 4 મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. આ દમદાર પ્રદર્શનના જોરે ટીમ 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં અત્યારે બીજા નંબરે મજબૂત સ્થિતિમાં છે.
મેચ જીતશે તો લાગી જશે "Q" નો ટેગ
જો શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાતની ટીમ આજે કોલકાતાને ધૂળ ચટાડવામાં સફળ રહે છે, તો તેમના કુલ 18 પોઈન્ટ થઈ જશે. ક્રિકેટના ગણિત મુજબ, 18 પોઈન્ટ સાથે કોઈપણ ટીમનું પ્લેઓફમાં રમવું લગભગ 100 ટકા પાક્કું માનવામાં આવે છે. એટલે કે, આજની જીત સાથે જ પોઈન્ટ ટેબલમાં ગુજરાતના નામની આગળ "Q" (ક્વોલિફાઈડ) લખાઈ જશે.
જો આમ થશે, તો ગિલ બ્રિગેડ સિઝનના પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની જશે. આજની મેચમાં ગુજરાતનું પ્રદર્શન કેવું રહે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચોઃ 2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'
પ્લેઓફની રેસ: કોણ અંદર, કોણ બહાર?
નોંધવા જેવી વાત એ છે કે, હજુ સુધી સત્તાવાર રીતે એકપણ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નથી. જોકે, બે ટીમો એવી છે જેમની સફર આ સિઝનમાં પૂરી થઈ ગઈ છે. ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાયેલી આ બે ટીમોમાં મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનો સમાવેશ થાય છે.
હાલમાં, પોઈન્ટ ટેબલના ટોપ 4 માં પોતાની જગ્યા પાક્કી કરવા માટે બાકીની 8 ટીમો વચ્ચે જોરદાર જંગ ચાલી રહ્યો છે. આ 8 ટીમો નીચે મુજબ છે:
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ગુજરાત ટાઇટન્સ
સનરાઇઝર્સ હૈદરાબાદ
પંજાબ કિંગ્સ
રાજસ્થાન રોયલ્સ
ચેન્નાઈ સુપર કિંગ્સ
દિલ્હી કેપિટલ્સ
કોલકાતા નાઈટ રાઇડર્સ
આ સિઝનમાં આ 8 માંથી કઈ 4 ટીમો આખરે બાજી મારે છે અને પ્લેઓફમાં જગ્યા બનાવે છે, તે જોવું ખરેખર રસપ્રદ રહેશે.
આ પણ વાંચોઃ
10,000થી વધુ રન બનાવનાર આ ક્રિકેટરી લીધી નિવૃત્તિ, ભારત સામે કર્યું હતું ડેબ્યૂ; જાણો કોણ છે?
