Orange Cap And Pupple Cap Winner: ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન સમાપ્ત થઈ ગઈ છે. આ સિઝનમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેનું પહેલું ટાઇટલ જીત્યું છે. આ સિઝનમાં સિઝન ઘણા રોમાંચક વળાંકોમાંથી પસાર થઈ છે. આ સિઝનમાં ઓરેન્જ કેપ અને પર્પલ કેપ માટે ખેલાડીઓ વચ્ચે કઠિન સ્પર્ધા હતી. પરંતુ આખરે, આ કેપ્સના ખરા હકદાર ખેલાડીઓ મળી ગયા છે. ગુજરાત ટાઇટન્સના ઓપનિંગ બેટ્સમેન સાઈ સુદર્શને ઓરેન્જ કેપ જીતી લીધી છે. આ સાથે જીટી પ્લેયરના બોલર પ્રસિદ કૃષ્ણાએ પણ પર્પલ કેપ જીતી છે. શુભમન ગીલની ટીમ ગુજરાત ટાઇટન્સે ભલે ટ્રૉફી ના જીતી પરંતુ ટૂર્નામેન્ટમાં બેટિંગ અને બૉલિંગ બન્નેમાં ઘાક જમાવી છે, ઓરેન્જ અને પર્પલ કેપ બન્ને પર ગુજરાતના ખેલાડીઓએ કબજો કર્યો છે. 

સાઈ સુદર્શનને ઓરેન્જ કેપ જીતવા બદલ ઈનામી રકમ મળી ગુજરાત ટાઇટન્સના ડેશિંગ બેટ્સમેન સાઈ સુદર્શને આ સિઝનમાં ઘણા મોટા ખેલાડીઓને પાછળ છોડી દીધા. સાઈએ IPL 2025માં સૌથી વધુ રન બનાવ્યા અને ઓરેન્જ કેપ જીતી. સાઈ સુદર્શનને ઓરેન્જ કેપ જીતવા બદલ ટ્રોફી મળી. આ સાથે તેને ઈનામી રકમમાં 10 લાખ રૂપિયાનો ચેક પણ મળ્યો. સાઈએ આ સિઝનમાં 759 રન બનાવ્યા છે, જેમાં એક સદીનો સમાવેશ થાય છે.

પ્રસિધ કૃષ્ણાએ પર્પલ કેપ જીતી પ્રસિધ કૃષ્ણા આ IPL સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીએ 15 મેચમાં 25 વિકેટ લીધી છે. પ્રસિધ કૃષ્ણાને પર્પલ કેપ જીતવા બદલ ટ્રોફી અને 10 લાખ રૂપિયાની ઇનામી રકમ મળી છે. પ્રસિધ કૃષ્ણાએ આ સિઝનમાં પોતાની બોલિંગથી તમામ ચાહકોના દિલ જીતી લીધા છે.