(Source: ECI | ABP NEWS)
IPL રમવા PSL છોડીને ભારત આવી ગ્યો આ ક્રિકેટર, કૉન્ટ્રાક્ટ અધવચ્ચેથી તોડતા પાકિસ્તાને ફટકારી લીગલ નૉટિસ
PCB: પાકિસ્તાન સુપર લીગની આગામી સિઝન ૧૧ એપ્રિલથી ૨૫ મે દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૮મી આવૃત્તિ ૨૨ માર્ચથી શરૂ થવા જઈ રહી છે

Mumbai Indians Player Corbin Bosch served legal notice by PCB: ૩૦ વર્ષીય દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર કૉર્બિન બૉશને IPL 2025 માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવ્યો છે. આ માટે તેણે પાકિસ્તાન સુપર લીગ છોડી દીધી હતી, હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આનાથી નારાજ છે અને તેણે બોશને કાનૂની નોટિસ મોકલી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા કરારના ભંગ બદલ PCB એ કૉર્બિન બૉશને કાનૂની નોટિસ મોકલી છે. તે પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર ઝાલ્મી ટીમનો ભાગ હતો પરંતુ આઈપીએલમાં પસંદગી પામ્યા બાદ તેણે પીએસએલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું.
મુંબઇ ઇન્ડિયન્સે Corbin Bosch ને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં કર્યો સામેલ
મુંબઈ ઈન્ડિયન્સની ખેલાડી લિઝાડ વિલિયમ્સ ઈજાને કારણે આઈપીએલ 2025માંથી બહાર થઈ ગઈ હતી, જેના માટે મુંબઈ ઈન્ડિયન્સે તેના સ્થાને કૉર્બિન બૉશના નામની જાહેરાત કરી હતી. આ પછી, બોશે પીએસએલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું, જ્યાં તે પેશાવર ઝાલ્મી તરફથી રમવાનો હતો.
રવિવારે એક રિલીઝમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે, "કાનૂની નોટિસ તેમના એજન્ટ દ્વારા મોકલવામાં આવી હતી, અને ખેલાડીને તેમની વ્યાવસાયિક અને કરારની પ્રતિબદ્ધતાઓમાંથી ખસી જવાના તેમના પગલાને યોગ્ય ઠેરવવા માટે કહેવામાં આવ્યું છે. PCB મેનેજમેન્ટે લીગમાંથી તેમના પ્રસ્થાનના પરિણામોની પણ રૂપરેખા આપી છે અને નિર્ધારિત સમયમર્યાદામાં તેમનો જવાબ અપેક્ષિત છે. PCB આ બાબતે વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં."
પાકિસ્તાન સુપર લીગની આગામી સિઝન ૧૧ એપ્રિલથી ૨૫ મે દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૮મી આવૃત્તિ ૨૨ માર્ચથી શરૂ થવા જઈ રહી છે, જેમાં કુલ ૧૦ ટીમો રમશે.
કૉર્બિન બૉશની ટી20 કેરિયર
કૉર્બિન બૉશે ૮૬ ટી-૨૦ મેચ રમી છે, જેમાં તેણે ૬૬૩ રન બનાવ્યા છે અને ૫૯ વિકેટ લીધી છે. આ ફોર્મેટમાં તેનો શ્રેષ્ઠ સ્કોર ૮૧ રન છે.




















