યુઝવેન્દ્ર ચહલ આ દિવસોમાં પોતાના નિવેદનો અને અનેક ખુલાસાઓને કારણે ચર્ચામાં છે. ચહલ દ્વારા કરવામાં આવેલા ખુલાસા બાદ કેટલાક ક્રિકેટ પંડિતોએ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન હવે આ મુદ્દાએ જોર પકડ્યું છે જે થોડા સમય પહેલા ચહલે આરસીબીના પોડકાસ્ટ પર જણાવ્યું હતું. તેમના આ ચોંકાવનારા ખુલાસા પર હવે મામલો પૂછપરછ સુધી પહોંચી ગયો છે. તમને જણાવીએ કે યુઝવેન્દ્ર ચહલે શું કહ્યું હતું અને આ ઘટના અંગે એન્ડ્ર્યુ સાયમન્ડ્સ અને જેમ્સ ફ્રેન્કલિનને શા માટે પૂછપરછ કરવામાં આવશે.



યુજીના કેસમાં ડરહમ એક્શનમાં


વાસ્તવમાં, આરસીબી પોડકાસ્ટ પર વાત કરતી વખતે, યુજીએ તે ઘટનાનો ખુલાસો કર્યો હતો જ્યારે તે મુંબઈ ઈન્ડિયન્સ (MI) નો ભાગ હતો. તે સમય દરમિયાન મુંબઈની ટીમનો ભાગ ઓસ્ટ્રેલિયાનો એન્ડ્રુ સાયમન્ડ્સ અને ન્યુઝીલેન્ડનો જેમ્સ ફ્રેન્કલિન પણ હતા. આ બંને ખેલાડીઓએ ચહલના હાથ-પગ બાંધીને મોઢામાં ટેપ મારી રૂમમાં છોડી દીધો હતો.


હવે આ મામલે ડરહમ વતી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં તે આ ઘટનામાં વર્તમાન મુખ્ય કોચ જેમ્સ ફ્રેન્કલિનની ભૂમિકાને લઈને કેસ સાથે સંકળાયેલા તમામ સભ્યોની પૂછપરછ કરી રહ્યા છે. આ ઘટના 2011ની ચેમ્પિયન્સ લીગ ટુર્નામેન્ટ દરમિયાન બની હતી. તે સમય દરમિયાન સાયમન્ડ્સ, ફ્રેન્કલિન અને ચહલ મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલા હતા. યુઝવેન્દ્ર ચહલે જણાવ્યું કે ફ્રેન્કલિન અને એન્ડ્રુએ તેને આખી રાત બાંધીને છોડી દીધો હતો અને બીજા દિવસે સવારે સફાઈ કર્મચારીઓએ તેમનો જોયો અને મારા હાથ પગ ખોલ્યા.


ડરહમે આ અંગે આપી પ્રતિક્રિયા


યુઝવેન્દ્ર ચહલના કહેવા પ્રમાણે, આટલી મોટી ઘટના પછી બંનેમાંથી કોઈએ તેની માફી પણ માંગી નહોતી. તમને જણાવી દઈએ કે ચહલે થોડા મહિના પહેલા આ આશ્ચર્યજનક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ, તાજેતરમાં રાજસ્થાન રોયલ્સના સાથી ખેલાડી અશ્વિન સાથેની વાતચીતમાં તેણે બીજી ચોંકાવનારી ઘટના વિશે જણાવ્યું હતું. ખેલાડીનું નામ લીધા વિના તેણે કહ્યું કે એક ખેલાડીએ તેને 15મા માળેથી લટકાવી દીધો હતો.


તાજેતરમાં ફ્રેંકલિનની ચહલના કેસમાં રહેલી ભૂમિકાના લઈને ડરહમે નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે, અમે 2011ની એક ઘટનાને લઈને આસપાસના તાજેતરના ન્યૂઝ રિપોર્ટથી પરિચિત છીએ, જેમા અમારા સ્ટાફના એક સભ્યનું નામ સામેલ છે. કર્મચારીઓ સાથે જોડાયેલા કોઈપણ કેસની જેમ ક્લબ તથ્યોને નિર્ધારિત કરવા માટે અંગત રીતે બધા સભ્યો સાથે વાતચીત કરશે.