IPL 2026 Kolkata Knight Riders: IPL 2026 શરૂ થાય તે પહેલાં જ કોલકાતા નાઈટ રાઈડર્સ કેમ્પમાં ચિંતાજનક વાતાવરણ હશે, કારણ કે તેમના અનેક ફાસ્ટ બોલરો ઈજાઓનો ભોગ બની રહ્યા છે. હર્ષિત રાણા અને આકાશદીપ ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયા છે અને મથિશા પથિરાના શરૂઆતની કેટલીક મેચોમાં રમી શકશે નહીં. કોલકાતાનો ફાસ્ટ બોલિંગ વિભાગ નબળો પડી ગયો છે
ત્રણ વખતની ચેમ્પિયન KKR પાસે હજુ પણ કેપ્ટન અજિંક્ય રહાણે, અનુભવી સ્પિનરો સુનીલ નરેન, વરુણ ચક્રવર્તી અને અંગક્રિશ રઘુવંશી જેવા ખેલાડીઓ છે. કેમરૂન ગ્રીન જેના પર કોલકાતા નાઈટ રાઈડર્સે હરાજીમાં ₹25.2 કરોડ ખર્ચ્યા હતા, તે પણ ચર્ચાનો વિષય બનશે. કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન તેમના ત્રણ મુખ્ય ફાસ્ટ બોલરો વિના કેવી દેખાઈ શકે છે તે અહીં છે.
KKRની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન
આ વખતે બધાની નજર ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન ફિન એલન પર રહેશે, જે T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી ચૂક્યો છે. તેણે 33 બોલમાં સદી ફટકારી હતી. IPL 2025માં લગભગ 148ના સ્ટ્રાઇક રેટથી 390 રન બનાવનાર કેપ્ટન અજિંક્ય રહાણે તેની સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે. યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીએ નંબર 3 પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે અને છેલ્લા બે સીઝનમાં સારું પ્રદર્શન કર્યું છે.
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્રીન નંબર 4 પર આવી શકે છે અને મધ્યમ ગતિએ બોલિંગ કરી શકે છે. હર્ષિત, આકાશદીપ અને પથિરાનાની ગેરહાજરીમાં ગ્રીનને બોલિંગની જવાબદારી સંભાળવી પડશે. રિંકુ સિંહને ફિનિશર કરતાં મિડલ ઓડરમાં મજબૂત બેટિંગની ભૂમિકા વધુ ભજવવી પડશે. રોવમેન પોવેલ અને રમનદીપ સિંહ પર પણ વધારાની જવાબદારીઓ રહેશે. ગ્રીનની જેમ તેમને પણ પ્રતિ ઇનિંગ 2-3 ઓવર બોલિંગ કરવી પડી શકે છે.
સુનિલ અને વરુણ ચક્રવર્તી પર ભારે દબાણ રહેશે, કારણ કે તેઓ બંને ટીમમાં સિનિયર બોલર છે. આ સીઝનમાં વૈભવ અરોરાએ સારુ પ્રદર્શન કરવું પડશે. જેણે પોતાની IPL કારકિર્દીમાં 36 વિકેટ લીધી છે, કારણ કે તે ટીમનો મુખ્ય ઝડપી બોલર બની શકે છે. કાર્તિક ત્યાગી માટે પણ એવું જ કહી શકાય, જેને આ વખતે આખી સીઝન રમવાની તક મળી શકે છે. જો તક મળે તો તેમણે દરેક તકનો લાભ ઉઠાવવો પડશે.
KKRની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ફિન એલન, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, કેમરૂન ગ્રીન, રિંકુ સિંહ, રોવમેન પોવેલ, રમણદીપ સિંહ, સુનીલ નરેન, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા અને કાર્તિક ત્યાગી.
