IPL 2023: સોમવારે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16ની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને પાંચ વિકેટથી હરાવીને પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. પરંતુ આ શાનદાર જીત બાદ તરત જ કોલકત્તાના કેપ્ટન નીતિશ રાણાને મોટો ઝટકો લાગ્યો છે. નીતીશ રાણા સ્લો ઓવર રેટ માટે દોષિત ઠેરવ્યો છે અને તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આઇપીએલ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં આ માહિતી આપવામાં આવી છે. આ પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું છે કે, "કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણાને દંડ ફટકારવામાં આવ્યો છે. નીતીશ રાણા અને તેની ટીમ સ્લો ઓવર રેટ માટે દોષિત ઠેરવવામાં આવી છે. કોલકત્તા આ સીઝનમાં પ્રથમ વખત સ્લો ઓવર રેટ બદલ દોષિત ઠેરવામાં આવી છે જેના કારણે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
નોંધનીય છે કે જો નીતિશ રાણા અને કોલકત્તા આ સીઝનમાં ફરીથી સ્લો ઓવર રેટ બદલ દોષિત સાબિત થશે તો તેની મુશ્કેલીઓ વધી શકે છે. જો બીજી વખત દોષિત ઠરશે તો સમગ્ર મેચ ફી કાપવા ઉપરાંત એક મેચનો પ્રતિબંધ પણ લાગી શકે છે.
નીતિશ રાણાનું પ્રદર્શન શાનદાર રહ્યું
જો કે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં કેકેઆરના કેપ્ટન નીતિશ રાણાએ સારી ઇનિંગ રમી હતી. ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરેલા રાણાએ 38 બોલમાં 51 રન બનાવ્યા હતા. રાણાની બેટિંગની મદદથી કેકેઆરએ પંજાબ કિંગ્સ સામે 180 રનનો મુશ્કેલ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
આ જીત સાથે KKRએ પ્લેઓફમાં રમવાની આશા જીવંત રાખી છે. આ સીઝનમાં 11 મેચ રમ્યા બાદ KKRના 10 પોઈન્ટ છે અને તે ટેબલમાં પાંચમા નંબર પર છે. જોકે, પ્લેઓફમાં પ્રવેશ મેળવવા માટે KKRને છેલ્લી ત્રણ મેચ જીતવી પડશે.
IPL 2023 Playoffs: KKR, SRH અને DC ની સતત જીતથી રોમાંચક થઇ પ્લે ઓફની રેસ, તમામ 10 ટીમો છે અંતિમ-4ની દાવેદાર
IPL 2023 Playoffs: IPL 2023 માં પ્લેઓફની રેસ રોમાંચક બની રહી છે. આ સીઝનની અત્યાર સુધી 53 મેચ રમાઈ છે અને એક પણ ટીમ પ્લેઓફમાં પહોંચી નથી કે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ નથી. એક સમયે KKR, SRH અને DC 6-6 મેચ હારી ચૂક્યા હતા અને પ્લેઓફની રેસમાંથી બહાર થવાનું જોખમ હતું, પરંતુ આ ટીમો હજુ પણ ટકી રહી છે. આ ટીમોએ બેક ટુ બેક મેચો જીતીને માત્ર પ્લેઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી નથી, પરંતુ બાકીની ટીમો માટે પણ મુશ્કેલી ઊભી કરી છે.
IPLની આ સીઝનમાં માત્ર ગુજરાત ટાઇટન્સ જ એવી ટીમ છે જે 8 મેચ જીતીને પ્લેઓફની ઉંબરે ઉભી છે અને તેની એન્ટ્રી લગભગ ફિક્સ ગણી શકાય. બાકીની ટીમોમાં કોઈનો દાવો મજબૂત કહી શકાય નહીં. CSKને અત્યાર સુધી 11 મેચમાં 6 જીત મળી છે, જ્યારે લખનઉ, રાજસ્થાન અને પંજાબની ટીમો 11-11 મેચમાં 5-5 જીત સાથે મેદાનમાં છે. મુંબઈ અને બેંગ્લોરે પણ 5-5 મેચ જીતી છે. ગઈકાલની મેચ જીત્યા બાદ હવે KKRની પણ 5 જીત છે. જ્યારે દિલ્હી અને હૈદરાબાદની 4-4 જીત છે. આ બંને ટીમો પાસે એક વધારાની મેચ પણ છે.