3 Reasons For KKR's Defeat: ગયા શુક્રવારે (26 એપ્રિલ) કોલકાતા નાઈટ રાઈડર્સને IPL ઈતિહાસમાં સૌથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતાના ઈડન ગાર્ડનમાં પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 261 રન બનાવ્યા હતા. આ પછી એવું લાગી રહ્યું હતું કે KKR આસાનીથી મેચ જીતી જશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. લક્ષ્યનો પીછો કરતા પંજાબે 18.4 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. તો ચાલો જાણીએ કે કુલ 261 રન બનાવ્યા પછી પણ KKR કેવી રીતે હારી ગયું? KKRની હારના ત્રણ મોટા કારણો શું છે ?


1- જલદી જલદી વિકેટો પડવી 
262 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી પંજાબ કિંગ્સની ટીમે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી, પરંતુ તેમ છતાં કોલકાતાની ટીમ પંજાબની શરૂઆતની વિકેટ ઝડપી શકી નહોતી. પંજાબ કિંગ્સની ઝડપી વિકેટ લેવામાં અસમર્થતા KKR માટે મોટી સમસ્યા બની ગઈ હતી. KKR એ પંજાબની માત્ર 2 વિકેટ લીધી જેમાં એક રન આઉટનો સમાવેશ થાય છે. 262 રનના ટાર્ગેટનો બચાવ કરતી વખતે જો તમે પાવર પ્લેમાં 2-3 વિકેટ ગુમાવી દો તો સામેની ટીમ માટે આટલા મોટા ટોટલનો પીછો કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે.


2- પ્લાન મુજબ બૉલિંગ ના કરવી 
કુલ 261 રનનો બચાવ કરતી વખતે કોલકાતા નાઈટ રાઈડર્સની બોલિંગ ઘણી નબળી રહી હતી. ટીમની બૉલિંગમાં કોઈ પ્લાન દેખાતો ન હતો. યોજના મુજબ બોલિંગ ન કરવી એ KKRની હારનું મુખ્ય કારણ બન્યું. સુનીલ નારાયણ સિવાય ટીમના તમામ બૉલરોની પીટાઈ હતી. નરેનની 4 ઓવર 15મી ઓવરમાં જ પૂરી થઈ ગઈ હતી. તેની એક ઓવર પાછળથી બચાવી શકાઈ હોત.


3- બેયરર્સ્ટોને જલદી આઉટ ના કરી શક્યા 
ટાર્ગેટનો પીછો કરતા જોની બેરસ્ટોએ પંજાબ કિંગ્સ માટે 48 બોલમાં 8 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 108* રનની ઇનિંગ રમી હતી. બેયરસ્ટો ઓપનિંગમાં આવ્યો હતો અને અંત સુધી અણનમ રહ્યો હતો. બેયરર્સ્ટોને આઉટ કરવામાં KKRની અસમર્થતા ઘણી મુશ્કેલ બની ગઈ હતી. બેયરર્સ્ટોએ તેની વિસ્ફોટક બેટિંગને કારણે પંજાબનો પીછો ખૂબ જ સરળ બનાવી દીધો હતો.