કેએલ રાહુલ ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી 8,000 રન બનાવનાર પ્રથમ ભારતીય બન્યો છે. તેણે વિરાટ કોહલીનો  મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ આ સિદ્ધિ હાંસલ કરનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. તેની આગળ ક્રિસ ગેલ અને બાબર આઝમ છે.

દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ દરમિયાન કેએલ રાહુલે ટી20 ક્રિકેટમાં પોતાના 8 હજાર રન પૂરા કર્યા. કેએલ રાહુલને 8,000 રનનો આંકડો પૂર્ણ કરવા માટે 33 રનની જરૂર હતી. ગુજરાત સામે રાહુલે 33 રન બનાવતાની સાથે જ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો હતો.

કેએલ રાહુલે 8 હજાર ટી20 રન પૂરા કર્યા 

રાહુલે 8 હજાર રનનો આંકડો પૂર્ણ કરવા માટે 224  ઇનિંગ્સ લીધી. તેણે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. વિરાટે 243મી ઇનિંગમાં પોતાના 8 હજાર T20 રન પૂરા કર્યા. આ મુજબ, કેએલ રાહુલે તેના કરતા 19 ઇનિંગ્સ ઓછી લીધી છે.

એકંદરે, કેએલ રાહુલ હવે ટી20 ક્રિકેટમાં 8,000 રન બનાવનાર વિશ્વનો ત્રીજો સૌથી ઝડપી ખેલાડી છે. તેનાથી આગળ ફક્ત દિગ્ગજ ક્રિસ ગેલ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ છે. તે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના સંદર્ભમાં 36મા સ્થાને છે.

ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી 8000 રન (ઇનિંગ) પૂર્ણ કરનારા ખેલાડીઓ 

ક્રિસ ગેલ - 213બાબર આઝમ – 218કેએલ રાહુલ – 224વિરાટ કોહલી – 243મોહમ્મદ રિઝવાન – 244

રાહુલ શાનદાર ફોર્મમાં છે 

તમને જણાવી દઈએ કે કેએલ રાહુલે આઈપીએલ 2025 માં દિલ્હી કેપિટલ્સ માટે ડેબ્યૂ કર્યું છે. આ સિઝનમાં તે શાનદાર ફોર્મમાં છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચ પહેલા રાહુલે 11 મેચમાં 50 થી વધુની સરેરાશ અને 142 ના સ્ટ્રાઇક રેટથી 422  રન બનાવ્યા હતા. 

IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર ચોથો બેટ્સમેન 

આ કેએલ રાહુલની આઈપીએલમાં પાંચમી સદી છે. તે IPLમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ચોથા સ્થાને પહોંચી ગયો છે. હવે, વિરાટ કોહલી, જોસ બટલર અને ક્રિસ ગેલે IPLમાં તેના કરતા વધુ સદીઓ ફટકારી છે. કોહલીએ IPLમાં કુલ 8 સદી ફટકારી છે.

2013 થી IPL નો ભાગ 

કેએલ રાહુલ 2013 થી આઈપીએલમાં રમી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 143 આઈપીએલ મેચોમાં કુલ 5176 રન બનાવ્યા છે, જેમાં પાંચ સદી અને 40 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન  તે RCB, સનરાઇઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ માટે રમી ચૂક્યો છે.