ગુજરાત ટાઇટન્સ સામેની ઇનિંગની શરૂઆતથી જ કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરી. તેણે આખા મેદાન પર સ્ટ્રોક રમ્યા અને ગુજરાતના બોલરો તેની સામે ટકી શક્યા નહીં. તેણે 60 બોલમાં પોતાની સદી પૂરી કરી અને ત્યારબાદ તેણે પોતાનું બેટ ઉંચુ કરીને ચાહકોનું અભિવાદન કર્યું હતું. કેએલ રાહુલ ગુજરાત ટાઈટન્સ સામે શાનદાર સદી ફટકારી છે.  

કેએલ રાહુલે તેની ટી20 કારકિર્દીની 7મી સદી ફટકારી છે. આ સાથે, તેણે ભારત માટે T20 ક્રિકેટમાં સદી ફટકારવાના મામલામાં સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, રુતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલને પાછળ છોડી દીધા છે. આ ચારેય બેટ્સમેનોએ T20 ક્રિકેટમાં કુલ 6-6 સદી ફટકારી છે.   

કેએલ રાહુલે 112 રનની અણનમ ઇનિંગ રમી

આ મેચમાં કેએલ રાહુલ ઓપનિંગ કરવા આવ્યો અને અંત સુધી આઉટ થયો નહીં. આ દરમિયાન તેણે 60 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ કેએલ રાહુલની આઈપીએલમાં આઠમી સદી છે. IPL 2025 માં જમણા હાથના બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી આ પહેલી સદી પણ છે. IPL ની વર્તમાન સિઝનમાં અગાઉ ચાર ડાબા હાથના બેટ્સમેનોએ સદી ફટકારી છે. જેમાં ઈશાન કિશન, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશીનો સમાવેશ થાય છે.

દિલ્હીએ ગુજરાત ટાઇટન્સ માટે 200 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ અક્ષર પટેલની ટીમે કેએલ રાહુલની સદીની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા. રાહુલે દિલ્હી  માટે સૌથી વધુ 112 રનની ઇનિંગ્સ રમી. ગુજરાત તરફથી અરશદ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા અને સાઈ કિશોરે એક-એક વિકેટ લીધી હતી.

IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર ચોથો બેટ્સમેન 

આ કેએલ રાહુલની આઈપીએલમાં પાંચમી સદી છે. તે IPLમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ચોથા સ્થાને પહોંચી ગયો છે. હવે, વિરાટ કોહલી, જોસ બટલર અને ક્રિસ ગેલે IPLમાં તેના કરતા વધુ સદીઓ ફટકારી છે. કોહલીએ IPLમાં કુલ 8 સદી ફટકારી છે.

2013 થી IPL નો ભાગ 

કેએલ રાહુલ 2013 થી આઈપીએલમાં રમી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 143 આઈપીએલ મેચોમાં કુલ 5176 રન બનાવ્યા છે, જેમાં પાંચ સદી અને 40 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન  તે RCB, સનરાઇઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ માટે રમી ચૂક્યો છે.