MI vs SRH Dream11 prediction: IPL 2025માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે એક રસપ્રદ મુકાબલો થવાનો છે. જે ચાહકો ડ્રીમ 11 પર પોતાની ટીમ બનાવીને મોટી રકમ જીતવા માંગે છે તેમના માટે આ સમાચાર ખાસ છે. અહીં અમે તમને એવી સંભવિત ડ્રીમ 11 ટીમ વિશે જણાવીશું જે તમને સારા પોઈન્ટ્સ અપાવી શકે છે.

આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના તમામ ખેલાડીઓ પોતાની ટીમ માટે મહત્વના છે. ડ્રીમ 11 ટીમ બનાવનારા ચાહકો માટે કેપ્ટન અને વાઈસ કેપ્ટનની પસંદગી હંમેશાં મૂંઝવણભરી હોય છે. તો ચાલો જોઈએ આજના મેચ માટે કયા ખેલાડીઓ કેપ્ટન અને વાઈસ કેપ્ટન માટે યોગ્ય વિકલ્પ બની શકે છે.

કેપ્ટન અને વાઈસ-કેપ્ટન માટે આ ખેલાડીઓ પર લગાવો દાવ:

આજની મેચ માટે અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ ઝડપી રન બનાવવા માટે જાણીતા છે, તેઓ માત્ર 30 બોલમાં સદી ફટકારવાની ક્ષમતા ધરાવે છે. બોલિંગમાં જસપ્રિત બુમરાહ ચારથી પાંચ વિકેટ લઈને પોઈન્ટનો વરસાદ કરી શકે છે, જ્યારે સૂર્યકુમાર યાદવ મોટી ઇનિંગ્સ રમવા માટે સક્ષમ છે. તેથી, આ ચાર ખેલાડીઓમાંથી તમે તમારી ડ્રીમ 11 ટીમના કેપ્ટન અને વાઈસ-કેપ્ટનની પસંદગી કરી શકો છો.

મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રિત બુમરાહ. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે કર્ણ શર્મા રમી શકે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, જીશાન અંસારી, મોહમ્મદ શમી અને ઇશાન મલિંગા. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે જયદેવ ઉનડકટને તક મળી શકે છે.

મુંબઈ વિરુદ્ધ હૈદરાબાદ મેચ માટે શ્રેષ્ઠ ડ્રીમ 11 ટીમ:

  • વિકેટકીપર: હેનરિક ક્લાસેન
  • બેટ્સમેન: અભિષેક શર્મા (કેપ્ટન), ટ્રેવિસ હેડ, નીતિશ કુમાર, સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન)
  • ઓલરાઉન્ડર: વિલ જેક્સ, હાર્દિક પંડ્યા
  • બોલર: જસપ્રિત બુમરાહ, હર્ષલ પટેલ, ઈશાન મલિંગા અને મિશેલ સેન્ટનર

આ સંભવિત ટીમની મદદથી તમે તમારી ડ્રીમ 11 ટીમ બનાવી શકો છો અને જો તમારી પસંદગી સાચી પડશે તો તમે કરોડપતિ પણ બની શકો છો. તો રાહ કોની જુઓ છો? જલ્દીથી તમારી ટીમ બનાવો અને જીતો!