શોધખોળ કરો

IPL 2027: કોણ બનશે મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન? આ બે ખેલાડીઓ રેસમાં સૌથી આગળ

Mumbai Indians Captain IPL 2027: આ વખતે એવું કહેવામાં આવ્યું છે કે હાર્દિક પંડ્યા ટ્રેડ ડીલ મારફતે અન્ય કોઈ ટીમમાં નહીં જાય. તે માત્ર મુંબઈ ઈન્ડિયન્સમાં જ રહેશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હાર્દિક પંડ્યા મુંબઈમાં રહેશે, પરંતુ કેપ્ટનશીપ છીનવાઈ જશે.
  • રોહિત શર્મા નવા કેપ્ટનની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવશે.
  • જસપ્રીત બુમરાહ, તિલક વર્મા નવા કેપ્ટન બની શકે છે.

Mumbai Indians Captain IPL 2027: હાર્દિક પંડ્યાના ટ્રેડના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. ક્યારેક એવા અહેવાલો આવે છે કે હાર્દિક ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાવા જઈ રહ્યો છે તો ક્યારેક અહેવાલોમાં કહેવામાં આવે છે કે હાર્દિક પંડ્યાની એન્ટ્રી કોલકાતા નાઈટ રાઈડર્સમાં થશે. જો કે હવે એક સાવ નવા સમાચાર સામે આવ્યા છે. આ વખતે એવું કહેવામાં આવ્યું છે કે હાર્દિક પંડ્યા ટ્રેડ ડીલ મારફતે અન્ય કોઈ ટીમમાં નહીં જાય. તે માત્ર મુંબઈ ઈન્ડિયન્સમાં જ રહેશે. જો કે તેની પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવશે. અહેવાલો અનુસાર, ફ્રેન્ચાઇઝી કેપ્ટનશિપમાં ફેરફાર થવા જઇ રહી છે, જેમાં રોહિત શર્મા મહત્વની ભૂમિકા ભજવશે.

કોણ બનશે મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન?

રિપોર્ટ અનુસાર મુંબઈ ઈન્ડિયન્સ કોઈ જૂના કેપ્ટનને જવાબદારી સોંપશે નહીં. મતલબ કે નવા ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવશે. મુંબઈ ઈન્ડિયન્સને પાંચ આઈપીએલ ટાઈટલ અપાવનાર રોહિત શર્માને ફરીથી કેપ્ટનશીપ સંભાળવામાં રસ નથી. જો કે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નવા કેપ્ટનની પસંદગીમાં રોહિત શર્મા મહત્વની ભૂમિકા ભજવશે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જસપ્રીત બુમરાહ અને તિલક વર્મા કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ છે. આ બેમાંથી કોઈ એકને આ જવાબદારી મળી શકે છે. તિલક વર્મા ભારતની T20 ટીમના વાઇસ કેપ્ટન છે. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ તેને નવો કેપ્ટન બનાવી શકે છે.

આ પણ વાંચોઃ MI New Captain: હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? રોહિત શર્મા પસંદ કરશે નવો કેપ્ટન!

હાર્દિક પંડ્યા MIમાં રહેશે

રિપોર્ટ અનુસાર, હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં જ રહેશે, કારણ કે તેના ટ્રેડ અંગે હજુ સુધી કોઈ ડીલ ફાઈનલ થઈ નથી. KKR સાથે સોદો અપેક્ષિત હતો, કારણ કે હાર્દિકની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને લેવામાં આવ્યો હોત પરંતુ તેના માટે સમગ્ર IPL 2027 માટે ઉપલબ્ધ હોવું મુશ્કેલ છે. વર્કલોડ મેનેજમેન્ટને કારણે તે કેટલીક મેચો પણ ચૂકી શકે છે. નવા કોચની શોધ પૂર્ણ કર્યા બાદ જ હવે ચેન્નઈ સાથે વાતચીત થશે.                                       

Frequently Asked Questions

હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં રહેશે કે અન્ય ટીમમાં જોડાશે?

રિપોર્ટ અનુસાર, હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં જ રહેશે. તેની ટ્રેડ ડીલ હજુ સુધી ફાઈનલ થઈ નથી.

મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન કોણ બનશે?

જસપ્રીત બુમરાહ અને તિલક વર્મા કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ છે. આ બેમાંથી કોઈ એકને આ જવાબદારી મળી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટનની પસંદગીમાં રોહિત શર્માની શું ભૂમિકા રહેશે?

રોહિત શર્માને ફરીથી કેપ્ટનશિપ સંભાળવામાં રસ નથી. જોકે, નવા કેપ્ટનની પસંદગીમાં તે મહત્વની ભૂમિકા ભજવશે.

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
Embed widget