Mumbai Indians IPL 2026: IPL 2026 ની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ભલે પ્લેઓફની રેસમાં ટકી રહેવા મથામણ કરી રહી હોય, પરંતુ ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓનું પ્રદર્શન ચાહકો અને ફ્રેન્ચાઈઝી બંને માટે ભારે નિરાશાજનક રહ્યું છે. રોહિત શર્માની વાપસી અને લખનૌ સુપર જાયન્ટ્સ સામે 6 વિકેટની જીતથી મુંબઈની પ્લેઓફની આશા ભલે જીવંત થઈ હોય, પરંતુ મુશ્કેલીઓ હજુ ઓછી નથી થઈ. મુંબઈની આ દુર્દશા પાછળ ટીમનો 50.7 કરોડ રૂપિયાનો તોતિંગ પગાર લેતા 3 મુખ્ય ખેલાડીઓ જવાબદાર છે, જે મેદાન પર ટીમ માટે 'વિલન' સાબિત થઈ રહ્યા છે. ચાલો જાણીએ આ કયા 3 ખેલાડીઓ છે જેમના ફ્લોપ શોના કારણે મુંબઈની આ હાલત થઈ છે.

મુંબઈના 50.7 કરોડ રૂપિયા પાણીમાં!

મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટ પોતાના 3 સૌથી મોટા મેચ વિનર - હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ પાછળ કુલ 50.7 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરે છે. પગારની વાત કરીએ તો હાર્દિક અને સૂર્યા દરેકને IPL માટે 16.35 કરોડ રૂપિયા મળે છે, જ્યારે બુમરાહને 18 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. પરંતુ આટલી મોટી રકમ લેવા છતાં આ ત્રણેયનું મેદાન પરનું પ્રદર્શન સાવ કંગાળ રહ્યું છે, જેનાથી ફ્રેન્ચાઈઝીના પૈસા જાણે પાણીમાં ગયા હોય એવું લાગી રહ્યું છે.

1. હાર્દિક પંડ્યા (કેપ્ટન)

આ લિસ્ટમાં સૌથી પહેલું અને મોટું નામ ખુદ કેપ્ટન હાર્દિક પંડ્યાનું છે. તેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ છેલ્લા કેટલાક સમયથી સતત સંઘર્ષ કરી રહ્યું છે. 2025 માં ટીમ ભલે પ્લેઓફમાં પહોંચી હતી, પણ તે સીઝનમાં પણ ટીમનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. હાર્દિક માત્ર એક કેપ્ટન તરીકે જ નહીં, પરંતુ ખેલાડી તરીકે પણ સાવ ફ્લોપ રહ્યો છે. આ સિઝનમાં તેણે 8 મેચ રમીને એકપણ ફિફ્ટી વિના માત્ર 146 રન બનાવ્યા છે. બોલિંગમાં પણ તે લગભગ 12 ની મોંઘી ઈકોનોમીથી રન લૂંટાવીને માત્ર 4 વિકેટ જ લઈ શક્યો છે.

2. સૂર્યકુમાર યાદવ

બીજું નામ છે મિસ્ટર 360 ડિગ્રી એટલે કે સૂર્યકુમાર યાદવનું. 2026 T20 વર્લ્ડ કપ પહેલાથી જ સૂર્યાનું ખરાબ ફોર્મ ચાલુ છે. મેદાનની ચારેબાજુ રન ફટકારવા માટે જાણીતો સૂર્યા આ વખતે કોઈ પણ દિશામાં રન માટે ફાંફાં મારી રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 10 મેચોમાં તેણે 19.50 ની સાવ સામાન્ય સરેરાશથી માત્ર 195 રન જ બનાવ્યા છે, જેમાં તેના બેટમાંથી માત્ર 1 ફિફ્ટી નીકળી છે. મુંબઈનો મિડલ ઓર્ડર જે વારંવાર ધરાશાયી થઈ રહ્યો છે, તેનું મુખ્ય કારણ સૂર્યાનું આ ખરાબ ફોર્મ છે.

IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!

3. જસપ્રીત બુમરાહ

ત્રીજું અને સૌથી ચોંકાવનારૂં નામ ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું છે. સામાન્ય રીતે બુમરાહ ક્યારેય આટલી ખરાબ બોલિંગ કરતો જોવા મળતો નથી. મુંબઈના આ ખરાબ પ્રદર્શનમાં તેના ફોર્મે પણ મોટો ભાગ ભજવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે IPL 2026 માં તેને પોતાની પહેલી વિકેટ લેવા માટે છેક 5 મેચ સુધી રાહ જોવી પડી હતી! આખી સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 10 મેચોમાં આ સ્ટાર બોલરના નામે માત્ર 3 વિકેટ છે, જે મુંબઈ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે.

IPL 2026: કોલકાતાની જીતની હેટ્રિક! હૈદરાબાદને તેના જ ગઢમાં હરાવ્યું, જાણો કેવી રીતે પલટાઈ ગેમ