શોધખોળ કરો

IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ

LSG vs MI IPL records: LSG ના વિસ્ફોટક બેટ્સમેન પૂરને મુંબઈ ઈન્ડિયન્સ સામે 21 બોલમાં 63 રનની તોફાની ઈનિંગ રમી; IPL માં 20 થી ઓછા બોલમાં સૌથી વધુ વખત ફિફ્ટી ફટકારવાની યાદીમાં બીજા ક્રમે પહોંચ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નિકોલસ પૂરને મુંબઈ સામે ૧૬ બોલમાં ફિફ્ટી ફટકારી ઇતિહાસ રચ્યો.
  • ૨૦ થી ઓછા બોલમાં સૌથી વધુ વખત અડધી સદી ફટકારવાનો રેકોર્ડ તોડ્યો.
  • આ સિઝનમાં ૮૨ રન બાદ ૬૩ રન બનાવી ૧૦૦ રન પૂરા કર્યા.
  • પાવરપ્લેમાં ૯૦ રન બનાવી લખનૌનો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો.

Nicholas Pooran fastest fifty: IPL 2026 માં અત્યાર સુધી શાંત રહેલા લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના બેટ્સમેન નિકોલસ પૂરનનું બેટ આખરે મુંબઈ ઈન્ડિયન્સ સામે જોરદાર ગરજ્યું છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 47મી મેચમાં પૂરને મુંબઈના બોલરોની બરાબરની ધોલાઈ કરતા માત્ર 16 બોલમાં જ પોતાની ફિફ્ટી પૂરી કરીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ તેણે 20 થી ઓછા બોલમાં સૌથી વધુ વખત અડધી સદી ફટકારવાના મામલે વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ તોડીને તેને પાછળ છોડી દીધો છે. પૂરને આ મેચમાં 21 બોલમાં 63 રનની તોફાની ઈનિંગ રમીને આખા વાનખેડે સ્ટેડિયમને રોમાંચિત કરી દીધું હતું.

સૂર્યવંશીનો રેકોર્ડ તૂટ્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઈતિહાસમાં આ પાંચમી વખત બન્યું છે જ્યારે નિકોલસ પૂરને 20 કે તેથી ઓછા બોલમાં અડધી સદી ફટકારી હોય. આ સિદ્ધિ સાથે તે આ ખાસ રેકોર્ડની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે વૈભવ સૂર્યવંશીને પાછળ પાડી દીધો છે, જેના નામે 20 થી ઓછા બોલમાં 4 વખત અડધી સદી ફટકારવાનો રેકોર્ડ હતો. આ યાદીમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા 6 વખત આવી ફિફ્ટી ફટકારીને ટોચ પર બેઠો છે.

યાદી આ મુજબ છે:

6 વખત - અભિષેક શર્મા

5 વખત - નિકોલસ પૂરન

4 વખત - વૈભવ સૂર્યવંશી

LSG માટે પૂરનનો દબદબો અને પૂરી કરી સદી

તમને જાણીને નવાઈ લાગશે કે લખનૌ માટે IPL માં સૌથી ઝડપી 5 અડધી સદી ફટકારવાનો રેકોર્ડ નિકોલસ પૂરનના નામે જ છે. તેણે અત્યાર સુધી 15, 16, 18, 19 અને 20 બોલમાં ફિફ્ટી ફટકારી છે. આમાં સૌથી ઝડપી (15 બોલમાં) ફિફ્ટી તેણે 2023 માં RCB સામે ફટકારી હતી. જો આ સિઝનની વાત કરીએ તો, IPL 2026 ની શરૂઆતની 8 ઈનિંગ્સમાં પૂરન માત્ર 82 રન જ બનાવી શક્યો હતો, પરંતુ આ એક જ મેચમાં 63 રન ફટકારીને તેણે 9મી ઈનિંગમાં આ સિઝન માટે પોતાના 100 રન પણ પૂરા કરી લીધા છે.

IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!

પાવરપ્લેમાં મુંબઈના બોલરોની ધોલાઈ

પૂરને પાવરપ્લે દરમિયાન જ 5 છગ્ગા ફટકારીને મુંબઈના બોલિંગ આક્રમણના છોતરા કાઢી નાખ્યા હતા. 21 બોલમાં 63 રનની તેની આ તોફાની ઈનિંગમાં 8 આસમાની છગ્ગા અને 1 ચોગ્ગો સામેલ હતો. કમાલની વાત એ છે કે તેના 63 માંથી 52 રન તો માત્ર 9 બોલમાં (બાઉન્ડ્રીથી) જ આવી ગયા હતા!

બીજી તરફ, પૂરન અને મિશેલ માર્શ વચ્ચે 94 રનની શાનદાર ભાગીદારી નોંધાઈ હતી (જે મુંબઈ સામે લખનૌની બીજી સૌથી મોટી ભાગીદારી છે). આ બેટિંગના જોરે લખનૌએ પાવરપ્લેની પહેલી 6 ઓવરમાં જ 1 વિકેટ ગુમાવીને 90 રન બોર્ડ પર લગાવી દીધા હતા. આ માત્ર આ સિઝનનો જ નહીં, પણ લખનૌનો IPL ઈતિહાસનો સૌથી મોટો પાવરપ્લે સ્કોર બની ગયો છે. અગાઉ તેમનો પાવરપ્લેમાં બેસ્ટ સ્કોર 2023 માં ચેન્નાઈ સામે 80/1 નો હતો.

IPL 2026: કોલકાતાની જીતની હેટ્રિક! હૈદરાબાદને તેના જ ગઢમાં હરાવ્યું, જાણો કેવી રીતે પલટાઈ ગેમ

Frequently Asked Questions

નિકોલસ પૂરાને મુંબઈ ઈન્ડિયન્સ સામે કેટલી બોલમાં ફિફ્ટી પૂરી કરી?

નિકોલસ પૂરાને મુંબઈ ઈન્ડિયન્સ સામે માત્ર 16 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી.

20 થી ઓછા બોલમાં સૌથી વધુ વખત અડધી સદી ફટકારવાનો રેકોર્ડ કોના નામે છે?

20 થી ઓછા બોલમાં સૌથી વધુ વખત અડધી સદી ફટકારવાનો રેકોર્ડ અભિષેક શર્માના નામે છે, જેણે 6 વખત આ સિદ્ધિ મેળવી છે. નિકોલસ પૂરાન 5 વખત આ સિદ્ધિ સાથે બીજા સ્થાને છે.

IPL 2026 માં નિકોલસ પૂરાને કેટલી ઇનિંગ્સમાં 100 રન પૂરા કર્યા?

IPL 2026 ની 9મી ઇનિંગમાં નિકોલસ પૂરાને આ સિઝન માટે પોતાના 100 રન પૂરા કર્યા.

લખનૌ સુપર જાયન્ટ્સનો IPL ઇતિહાસનો સૌથી મોટો પાવરપ્લે સ્કોર કેટલો છે?

લખનૌ સુપર જાયન્ટ્સનો IPL ઇતિહાસનો સૌથી મોટો પાવરપ્લે સ્કોર 90 રન છે, જે મુંબઈ સામે રમતની પહેલી 6 ઓવરમાં નોંધાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત
ગુજરાત ટાઇટન્સે રચ્યો ઈતિહાસ: SRH સામે 82 રનથી રેકોર્ડબ્રેક જીત, જાણો પ્લેઓફનું ગણિત
IPL 2026 Playoffs Chances: ચેન્નઈ-કોલકાતાથી લઈ RCB,  કઈ ટીમની પ્લેઓફમાં જવાની કેટલા ટકા શક્યતા? જાણો
IPL 2026 Playoffs Chances: ચેન્નઈ-કોલકાતાથી લઈ RCB,  કઈ ટીમની પ્લેઓફમાં જવાની કેટલા ટકા શક્યતા? જાણો
હેનરિક ક્લાસેન પાસે ઇતિહાસ રચવાની તક,  ગુજરાત સામે બનાવી શકે છે આ મોટો રેકોર્ડ 
હેનરિક ક્લાસેન પાસે ઇતિહાસ રચવાની તક,  ગુજરાત સામે બનાવી શકે છે આ મોટો રેકોર્ડ 
Advertisement

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Embed widget