IPL 2026નો લીગ સ્ટેજ પૂર્ણ થઈ ગયો છે. 70 મેચો પછી હવે રોમાંચક પ્લેઓફનો સમય આવી ગયો છે. રવિવારે રાજસ્થાન રોયલ્સ (RR) ના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં ત્રણ વિકેટ લઈને આર્ચરે પર્પલ કેપ રેસમાં ટોપ-3 માં સામેલ થઈ ગયો  છે.

Continues below advertisement

જોફ્રા આર્ચરે મુંબઈ ઇન્ડિયન્સ સામેના પોતાના ચાર ઓવરના સ્પેલમાં 17 રન આપીને ત્રણ વિકેટ લીધી છે. IPL 2026 માં  આર્ચરે હવે 14 મેચોમાં 21 વિકેટ લીધી છે, જે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં તેને ત્રીજા સ્થાને પહોંચાડી દીધો છે. આર્ચરે ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર અંશુલ કંબોજને પાછળ છોડી દીધો છે.

Continues below advertisement

જોકે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પર્પલ કેપ જાળવી રાખી છે. ભુવનેશ્વરે 14 મેચોમાં 24 વિકેટ લીધી છે. ગુજરાત ટાઇટન્સના બોલર કાગીસો રબાડા 24 વિકેટ સાથે બીજા સ્થાને છે. આ દરમિયાન, 14 મેચોમાં 19 વિકેટ સાથે રાશિદ ખાન પર્પલ કેપ રેસમાં પાંચમા સ્થાને છે.

ઓરેન્જ કેપ હવે ગુજરાત ટાઇટન્સના ઓપનર સાઈ સુદર્શનના નામે છે. સુદર્શને 14 મેચમાં 157  સ્ટ્રાઇક રેટથી 638  રન બનાવ્યા છે. સુદર્શનના પાર્ટનર અને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ 13 મેચમાં 616  રન સાથે બીજા સ્થાને છે.

સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેન આ સિઝનમાં 606 રન સાથે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન કેએલ રાહુલ 14  મેચમાં 593  રન સાથે ચોથા સ્થાને પહોંચી ગયા છે. રાહુલે રવિવારે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે 60  રનની જોરદાર ઇનિંગ રમી હતી. રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી 583  રન સાથે પાંચમા સ્થાને છે.

70 લીગ મેચો પછી, IPL 2026  ના પ્લેઓફ માટે ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને હરાવીને રાજસ્થાન રોયલ્સ (RR) પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની.  પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો મુકાબલો પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે થશે. આ મેચ મંગળવારે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.

આ પણ વાંચો- IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે

પ્રથમ ક્વોલિફાયર મેચ જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે. ત્યારબાદ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) બુધવારે (27 મે) એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે ટકરાશે. ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એલિમિનેટર મેચ યોજાશે.