ઋષભ પંતની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સે શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સને 6 વિકેટથી હરાવ્યું હતું. એડન માર્કરામ (58) અને નિકોલસ પૂરન (61)એ વિસ્ફોટક ઈનિંગ રમીને લખનૌની જીતને એકતરફી બનાવી દીધી હતી. પ્રથમ ઈનિંગ પૂરી થઈ ત્યારે ઓરેન્જ કેપ સાઈ સુદર્શને મેળવી હતી. હવે બીજો દાવ પૂરો થતા નિકોલસ પૂરને ઓરેન્જ કેપ પાછી  મેળવી લીધી છે. 

ગુજરાત ટાઈટન્સે શાનદાર શરૂઆત કરી હતી

ગિલ પછી, સાઈ સુદર્શન 11મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને તેની અડધી સદી પૂરી કરવામાં સફળ રહ્યો અને આ રીતે GT ઓપનરે IPL 2025માં તેની ચોથી અડધી સદી નોંધાવી. વર્તમાન સિઝનમાં, સુદર્શને 6 મેચમાં 4 વખત 50+ સ્કોર બનાવ્યા છે, જ્યારે એક જ મેચમાં તે માત્ર અડધી સદી ફટકારી ચૂક્યો છે. અત્યાર સુધી સુદર્શન માત્ર એક જ વખત સિંગલ ડિજિટ માં પર આઉટ થયો છે. આના પરથી ગુજરાતના ઓપનિંગ બેટ્સમેનના શાનદાર ફોર્મનો અંદાજ લગાવી શકાય છે.

સાઈ સુદર્શને એક મોટી સિદ્ધિ હાંસલ કરી 

શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે પ્રથમ વિકેટ માટે 120 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. ગિલ 60 રન બનાવીને આઉટ થયો હતો. આના થોડા સમય બાદ સાઈ સુદર્શન પણ પેવેલિયન પરત ફર્યો હતો. સુદર્શને 37 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 56 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ સાથે, તે IPL 2025માં 300 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો. આ સિઝનમાં, સુદર્શને 6 મેચમાં 54.83ની એવરેજ અને 151.61ની સ્ટ્રાઇક રેટથી 329 રન બનાવ્યા છે. IPL 2025માં અત્યાર સુધી માત્ર 2 બેટ્સમેનોએ 4 અડધી સદી ફટકારી છે. આમાં ફક્ત સાઈ સુદર્શન અને મિશેલ માર્શના નામ સામેલ છે.

IPL 2025 માં સૌથી વધુ રન બનાવનાર

નિકોલસ પૂરન – 349સાંઈ સુદર્શન – 329મિશેલ માર્શ – 265જોસ બટલર – 218શુભમન ગિલ – 208  

નિકોલસ પૂરન આઈપીએલ 2025ની સિઝનમાં ખૂબ જ શાનદાર ફોર્મમાં છે. દરેક મેચમાં તે ખૂબ જ શાનદાર રીતે રન બનાવી રહ્યો છે.