ક્વિન્ટન ડી કોકના ડાબા કાંડામાં ઈજા થઈ હતી અને રાજ બાવાના જમણા અંગૂઠામાં ઈજા થતાં તેઓ IPL 2026 ની બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. બંને ખેલાડીઓ હવે ઘરે પરત ફરીને ફિટનેસ અને પુનર્વસન પ્રક્રિયા શરૂ કરશે.
મુંબઈને ડબલ ઝટકો: પ્લેઓફની રેસ બાદ હવે આ બે ખેલાડી ટીમમાંથી થયા બહાર, જાણો કારણ
Quinton de Kock injury IPL 2026: પ્લેઓફની રેસમાંથી પહેલેથી જ બહાર થઈ ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સની મુશ્કેલીઓમાં વધારો, બંને ખેલાડીઓ ટૂર્નામેન્ટ છોડીને ઘરે પરત ફરશે.

- ક્વિન્ટન ડી કોક અને રાજ બાવા ઈજા કારણે IPL 2026 થી બહાર.
- ડી કોક ડાબા કાંડામાં, બાવા જમણા અંગૂઠામાં ઈજા પામ્યા.
- ડી કોકે 3 મેચમાં 1 સદી સાથે 132 રન બનાવ્યા.
- બાવાએ 3 મેચમાં 2 વિકેટ અને 16 રન નોંધાવ્યા.
Quinton de Kock injury IPL 2026: IPL 2026 માં ખરાબ પ્રદર્શનના કારણે સંઘર્ષ કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની ટીમ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. પ્લેઓફની રેસમાંથી તો ટીમ પહેલેથી જ બહાર થઈ ચૂકી છે, પરંતુ હવે ટીમના બે મહત્વના ખેલાડીઓ - ક્વિન્ટન ડી કોક અને રાજ બાવા ઈજાના કારણે બાકીની ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આ બંને ખેલાડીઓ હવે ઘરે પરત ફરીને પોતાની ફિટનેસ અને રિહેબિલિટેશન (પુનર્વસન) પ્રક્રિયા શરૂ કરશે, જેનાથી મુંબઈની ટીમને સિઝનના અંતિમ તબક્કામાં બેવડો ફટકો પડ્યો છે.
કેવી રીતે થઈ ઈજા?
ગઈ 29 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ પહેલા જ ક્વિન્ટન ડી કોકના ડાબા કાંડામાં ઈજા થઈ હતી અને ત્યારથી તે મેદાનથી દૂર છે. બીજી તરફ, યુવા ઓલરાઉન્ડર રાજ બાવાને પણ ગયા અઠવાડિયે જમણા અંગૂઠામાં ઈજા પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ સત્તાવાર નિવેદન આપીને જણાવ્યું છે કે તેમની મેડિકલ ટીમ આ બંને ખેલાડીઓને જલ્દીથી ફિટ કરવામાં પૂરેપૂરી મદદ કરશે.
આ સિઝનમાં બંનેનું પ્રદર્શન કેવું રહ્યું?
ક્વિન્ટન ડી કોક: 5 વર્ષના લાંબા બ્રેક પછી 2026 માં ડી કોકે મુંબઈની ટીમમાં વાપસી કરી હતી. જોકે, કમનસીબે ઈજાના કારણે તે આ સિઝનમાં માત્ર 3 જ મેચ રમી શક્યો. આ 3 મેચમાં તેણે શાનદાર 1 સદીની મદદથી કુલ 132 રન બનાવ્યા હતા.
રાજ બાવા: જમણા હાથના ઝડપી બોલર અને ઓલરાઉન્ડર રાજ બાવાની વાત કરીએ તો, તેણે પણ આ સિઝનમાં 3 મેચ રમીને 2 વિકેટ ઝડપી હતી. તેને બેટિંગમાં માત્ર 1 જ વાર તક મળી હતી, જેમાં તેણે 16 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ IPL 2026: જો આજે CSK હૈદરાબાદ સામે હારી જશે તો પ્લેઓફમાંથી બહાર? જાણો સંપૂર્ણ સમીકરણ
MI ની સફર પૂરી, પણ અન્યની રમત બગાડી શકે છે!
તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2026 ની સફર હવે લગભગ પૂરી થઈ ગઈ છે. ટીમે અત્યાર સુધી 12 મેચ રમી છે, જેમાંથી માત્ર 4 મેચમાં જ જીત મળી છે અને હાલમાં મુંબઈ પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાને છે.
હવે લીગ રાઉન્ડમાં મુંબઈની માત્ર 2 મેચ બાકી છે - જે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ સામે રમાશે. રસપ્રદ વાત એ છે કે, કોલકાતા અને રાજસ્થાન બંને ટીમો પ્લેઓફની રેસમાં છે. આ સંજોગોમાં મુંબઈ ભલે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હોય, પરંતુ તે આ બંને ટીમોને હરાવીને તેમની રમત ચોક્કસથી બગાડી શકે છે.
આ પણ વાંચોઃ IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, અભિષેક શર્માનો મહારેકોર્ડ તોડ્યો
Frequently Asked Questions
ક્વિન્ટન ડી કોક અને રાજ બાવા IPL 2026 માંથી કેમ બહાર થયા?
ક્વિન્ટન ડી કોકે IPL 2026 માં કેટલું પ્રદર્શન કર્યું?
5 વર્ષના બ્રેક બાદ ડી કોકે 2026 માં મુંબઈની ટીમમાં વાપસી કરી હતી. ઈજાના કારણે તે માત્ર 3 મેચ રમી શક્યો, જેમાં તેણે 1 સદી સાથે કુલ 132 રન બનાવ્યા.
રાજ બાવાનું IPL 2026 માં પ્રદર્શન કેવું રહ્યું?
યુવા ઓલરાઉન્ડર રાજ બાવાએ આ સિઝનમાં 3 મેચ રમીને 2 વિકેટ ઝડપી હતી. તેને બેટિંગમાં માત્ર 1 વાર તક મળી હતી, જેમાં તેણે 16 રન બનાવ્યા.
શું મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026 માંથી બહાર થઈ ગયું છે?
હા, મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026 ની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. ટીમે 12 મેચમાંથી માત્ર 4 જીતી છે અને હાલમાં પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે.



















