Rajasthan Royals vs Lucknow Super Giants Score: રાજસ્થાન રોયલ્સે (RR) જયપુરમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ને 7 વિકેટથી હરાવ્યું હતું. વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલની ઇનિંગ્સે રાજસ્થાન રોયલ્સને જીત અપાવી હતી. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રહી હતી. આ જીત સાથે રાજસ્થાન 13 મેચમાંથી 7 જીત અને 6 હાર સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. બેંગલુરુ, ગુજરાત અને હૈદરાબાદ પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે છે.
યશસ્વી જયસ્વાલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનઉએ ચાર વિકેટના નુકસાન પર 220 રન ફટકાર્યા હતા. મિશેલ માર્શે 96 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. 221 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે આક્રમક બેટિંગ કરી હતી. તેઓએ છ ઓવરમાં 71 રન કર્યા હતા. જોકે, પાવરપ્લેની બીજી જ ઓવરમાં કેપ્ટન યશસ્વી જયસ્વાલ (43) આકાશ સિંહનો શિકાર બન્યો હતો.
જોકે, વૈભવ સૂર્યવંશી એક સમયે 10 બોલમાં પાંચ રન કરીને રમી રહ્યો હતો પરંતુ પછી તેણે માત્ર 23 બોલમાં ફિફ્ટી ફટકારી. તેણે આકાશની એક ઓવરમાં પણ 26 રન કર્યા હતા. ત્યારબાદ વૈભવે ધ્રુવ જુરેલ સાથે મળીને મયંક યાદવની ઓવરમાં 29 રન ફટકાર્યા હતા. જોકે, વૈભવ સાત રનથી પોતાની સદી ચૂકી ગયો અને 93 રન કરીને આઉટ થયો. તેણે 38 બોલની ઇનિંગમાં સાત ચોગ્ગા અને દસ છગ્ગા ફટકાર્યા. ધ્રુવ જુરેલ (અણનમ 53) અને ડોનોવન ફરેરા (16) અણનમ પાછા ફર્યા હતા. લખનઉ અગાઉથી જ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું છે.
આ પણ વાંચોઃ IPL 2026: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો એવો મહારેકોર્ડ જે તોડવો લગભગ અશક્ય છે
આ મેચમાં લખનઉની બેટિંગ વિસ્ફોટક હતી. જોશ ઈંગ્લિસ (60) અને મિશેલ માર્શે પ્રથમ વિકેટ માટે 109 રનની ભાગીદારી કરી હતી. જોશને યશરાજ પુંજાએ ક્લીન બોલ્ડ કર્યો. ત્યારબાદ નિકોલસ પૂરન (16) અને ઋષભ પંત (35) એ ઈનિંગ સંભાળી હતી. લખનઉ માટે મિશેલ માર્શે સૌથી વધુ 96 રન (57 બોલ) બનાવ્યા. યશરાજ પુંજાએ બે વિકેટ મેળવી હતી. જ્યારે જોફ્રા આર્ચરે એક વિકેટ લીધી.
