RR vs LSG Preview: જો રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં પહોંચવાની પોતાની ધૂંધળી આશાઓને જીવંત રાખવા માંગે છે તો તેમને મંગળવારે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામેની IPL મેચમાં બેટિંગ અને બોલિંગમાં સુધારો કરવો પડશે. રોયલ્સે તેમના હોમ ગ્રાઉન્ડ સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર હજુ સુધી એક પણ મેચ જીતી નથી અને અહીંની ફાઇનલ મેચ હોમ ટીમ માટે કરો યા મરો જેવી સ્થિતિ બની ગઈ છે. રોયલ્સ આગામી લીગ સ્ટેજ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. રવિવારે રોયલ્સ દિલ્હી કેપિટલ્સ સામે હારી ગયું કારણ કે તેમના નીચલા ક્રમના બેટ્સમેન અને બોલરોએ ખરાબ પ્રદર્શન કર્યું હતું.
રાજસ્થાનની ફિલ્ડિંગ પણ નબળી હતી. રાજસ્થાન સારી શરૂઆત માટે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી પર ખૂબ આધાર રાખે છે રાખ્યો છે, પરંતુ બીજા છેડેથી યુવા ખેલાડીને યશસ્વી જયસ્વાલ તરફથી પૂરતો ટેકો મળ્યો નથી. ધ્રુવ જુરેલે કેટલીક પ્રભાવશાળી ઇનિંગ્સ રમી છે પરંતુ છેલ્લી મેચમાં તે થોડું ધીમું રમ્યો જ્યારે બીજા છેડે વિકેટો પડતી રહી હતી. કેપ્ટન રિયાન પરાગે તાજેતરની મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. મોટાભાગની ટીમો વર્તમાન IPL સીઝનમાં ખરાબ ફિલ્ડિંગ કરી રહી છે, અસંખ્ય કેચ છોડી રહી છે.
રાજસ્થાન પણ એવી ટીમોમાં સામેલ છે જેણે કેટલીક સારી તકો ગુમાવી છે. દિલ્હી કેપિટલ્સ સામેની હાર બાદ પરાગે ટુર્નામેન્ટના અંતિમ તબક્કામાં ટીમ તેની ક્ષમતા મુજબ પ્રદર્શન કરવામાં અસમર્થતા પર નિરાશા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ IPL 2026 Playoff race: CSK, PBKSથી લઈને KKR સુધી, પ્લેઓફમાં એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે જંગ?
LSG પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગયું છે
LSG પહેલાથી જ પ્લેઓફની દોડ (IPL 2026 Playoff) માંથી બહાર થઈ ગયું છે. તેઓ હવે કોઈપણ દબાણ વિના રમી રહ્યા છે, જે તેમની છેલ્લી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામેની જીતથી સ્પષ્ટ થાય છે. રાજસ્થાન રોયલ્સ પછી તેઓ તેમની છેલ્લી લીગ મેચમાં પંજાબ કિંગ્સનો સામનો કરશે. તેમની ટીમ આ બંને ટીમોના સમીકરણોને ઉલટાવી દેવા માટે કટિબદ્ધ રહેશે. એલજીની બેટિંગ એક નબળી બાબત રહી છે, પરંતુ સીએસકે સામે મિશેલ માર્શના શાનદાર પ્રદર્શનથી ટીમને જીત મળી. તે પોતાનું ફોર્મ ચાલુ રાખવા અને સિઝનનો સકારાત્મક અંત કરવાનો પ્રયાસ કરશે.
