RCB એ રચ્યો ઇતિહાસ, એક જ સીઝનમાં CSK, KKR અને MIને ઘરઆંગણે હરાવનારી બીજી ટીમ બની

મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 12 બોલમાં 28 રનની જરૂર હતી. હાર્દિક પંડ્યા અને નમન ધીર બેટિંગ કરી રહ્યા હતા

Continues below advertisement

MI vs RCB IPL 2025: સોમવારે વાનખેડે ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCB એ 221 રન ફટકાર્યા હતા. જેમાં વિરાટ કોહલી (67) અને રજત પાટીદાર (64) એ શાનદાર અડધી સદી ફટકારી હતી. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ ફક્ત 209 રન જ કરી શક્યું હતું. જેનો શ્રેય જોશ હેઝલવુડ અને કૃણાલ પંડ્યાને પણ જાય છે જેમણે છેલ્લી 2 ઓવરમાં બોલિંગ કરી હતી. આ જીત સાથે RCB એ IPLમાં ઇતિહાસ રચ્યો છે, જે એક જ સીઝનમાં CSK, MI અને KKR ને તેમના ઘરઆંગણે હરાવનારી બીજી ટીમ બની છે.

Continues below advertisement

મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 12 બોલમાં 28 રનની જરૂર હતી. હાર્દિક પંડ્યા અને નમન ધીર બેટિંગ કરી રહ્યા હતા, અહીંથી મુંબઈનો વિજય સરળ લાગતો હતો પરંતુ જોશ હેઝલવુડે 19મી ઓવરના પહેલા બોલ પર હાર્દિકને આઉટ કરીને મેચનું પાસું ફેરવી નાખ્યું હતું. તેણે આ ઓવરમાં ફક્ત 9 રન આપ્યા હતા. છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી અને કેપ્ટને બોલ સ્પિનર ​​કૃણાલ પંડ્યાને સોંપ્યો, તેણે પણ નિરાશ ન કર્યા અને ઓવરના પહેલા 2 બોલમાં 2 વિકેટ લીધી અને જીત નિશ્વિત કરી હતી. આ ઓવરમાં કૃણાલે નમન ધીરને પણ આઉટ કર્યો અને RCB એ 12 રનથી મેચ જીતી લીધી હતી

આરસીબીએ ઇતિહાસ રચ્યો

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPLના ઇતિહાસમાં એક જ સીઝનમાં વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ, ચેપોકમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવનારી બીજી ટીમ બની હતી. એટલે કે RCB એક જ સીઝનમાં ત્રણેય મોટી ટીમોને તેમના હોમ ગ્રાઉન્ડમાં હરાવનારી બીજી ટીમ બની ગઈ છે. આ પહેલા 2012માં પંજાબ કિંગ્સે આ કારનામું કર્યું હતું.

રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ RCB એ KKR પર જીત સાથે સીઝનની શરૂઆત કરી હતી. તેણે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી મેચમાં KKR ને 7 વિકેટથી હરાવ્યું હતું. ચેપોક સ્ટેડિયમ ખાતે બીજી મેચમાં આરસીબીએ ચેન્નઈ સુપર કિંગ્સને 50 રનથી હરાવ્યું. ત્રીજી મેચમાં ગુજરાત સામે હાર્યા બાદ ટીમે સોમવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે ચોથી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. આઈપીએલના ઇતિહાસમાં એક સીઝનમાં આ ટીમોને તેમના હોમ ગ્રાઉન્ડ પર હરાવનારી બીજી ટીમ બની ગઈ છે.

Continues below advertisement
Sponsored Links by Taboola