IPL 2025: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025 ની ફાઇનલ મેચમાં RCB ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ સામે 35 બોલમાં 43 રન બનાવ્યા હતા. કોહલીની ઇનિંગ ચોક્કસપણે ધીમી હતી, પરંતુ તેની ઇનિંગના આધારે તેણે ઇતિહાસ રચ્યો અને પોતાનો જ રેકોર્ડ તોડ્યો.
કોહલીએ પોતાના જ રેકોર્ડો તોડ્યોવિરાટ કોહલીના IPL ઇતિહાસમાં પંજાબ સામે 1159 રન છે. આ હવે IPL ઇતિહાસમાં એક જ વિરોધી ટીમ સામે બેટ્સમેન દ્વારા બનાવેલા સૌથી વધુ રન છે. કોહલીએ હવે પંજાબ સામે 1159 રન બનાવ્યા છે, જેનાથી તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 1146 રન બનાવવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.
આઇપીએલમાં એક ટીમની વિરૂદ્ધ સૌથી વધુ સ્કૉર1159 રન - વિરાટ કોહલી વિરૂદ્ધ પીબીકેએસ1146 રન - વિરાટ કોહલી વિરૂદ્ધ સીએસકે1134 રન - વિરાટ કોહલી વિરૂદ્ધ પીબીકેએસ1130 રન - વિરાટ કોહલી વિરૂદ્ધ ડીસી
કોહલીએ ધવનને પાછળ છોડી દીધો વિરાટ કોહલીએ તેની 43 રનની ઇનિંગ દરમિયાન ત્રણ ચોગ્ગા ફટકાર્યા. હવે તેના નામે IPLમાં 771 ચોગ્ગા છે, જે લીગના ઇતિહાસમાં કોઈપણ ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલા સૌથી વધુ ચોગ્ગા છે. તેણે શિખર ધવનને પાછળ છોડી દીધો છે જેણે લીગના ઇતિહાસમાં 768 ચોગ્ગા ફટકાર્યા છે.
આઇપીએલમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનારા બેટ્સમેન771 ચોગ્ગા - વિરાટ કોહલી768 ચોગ્ગા - શિખર ધવન663 ચોગ્ગા - ડેવિડ વૉર્નર640 ચોગ્ગા - રોહિત શર્મા